News Continuous Bureau | Mumbai
Onion Export: સરકારે ( Government ) આજે ડુંગળીની નિકાસ પર 800 ડોલર પ્રતિ મેટ્રિક ટન, એફઓબી ( FOB ) ધોરણે લઘુત્તમ નિકાસ કિંમત (એમઇપી) જાહેર કરી છે, જે 29 ઓક્ટોબર, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ થશે. ડુંગળીની નિકાસના જથ્થાને અંકુશમાં રાખીને સંગ્રહિત રવી ૨૦૨૩ ડુંગળીનો જથ્થો ઘટી રહ્યો હોવાથી સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીની ( Onion ) પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. 800 ડોલર પ્રતિ એમટીની એમઇપી આશરે રૂ.67 પ્રતિ કિલોમાં અનુવાદિત થાય છે.
ડુંગળીની નિકાસ પર એમઈપી ( MEP ) લાદવાના નિર્ણયની સાથે સરકારે બફર માટે વધારાના 2 લાખ ટન ડુંગળીની ખરીદીની પણ જાહેરાત કરી છે, જે અગાઉથી જ ખરીદવામાં આવેલા 5 લાખ ટનથી વધુ છે. સમગ્ર દેશના મુખ્ય વપરાશ કેન્દ્રોમાં ઓગસ્ટના બીજા અઠવાડિયાથી બફરમાંથી ડુંગળીનો સતત નિકાલ કરવામાં આવે છે અને એનસીસીએફ ( NCCF ) અને નાફેડ ( Nafed ) દ્વારા સંચાલિત મોબાઇલ વાન દ્વારા છૂટક ગ્રાહકોને રૂ.25/કિલોના ભાવે સપ્લાય પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આશરે ૧.૭૦ લાખ મેટ્રિક ટન ડુંગળીનો બફરમાંથી નિકાલ કરવામાં આવ્યો છે. ડુંગળીના ખેડુતોને મહેનતાણાના ભાવોની ખાતરી કરતી વખતે ગ્રાહકોના ભાવોને મધ્યમ બનાવવા માટે બફરમાંથી ડુંગળીની સતત ખરીદી અને નિકાલ હાથ ધરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જાપાનનાં ઓસાકામાં G-7 વ્યાપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો
૮૦૦ ડોલર પ્રતિ એમટીની એમઇપી લાદવાનો નિર્ણય સ્થાનિક ગ્રાહકોને ડુંગળીને પોસાય તેવા રાખવાના સરકારના નિર્ધારને દર્શાવે છે.