ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
ભારતીય મૂળના ઉચ્ચ અભ્યાસુ એવા એક્ઝિક્યુટિવ કોર્પોરેટ અધિકારી વિશ્વભરમાં ફેલાયેલા છે. એમાંથી ટોચના 58 અધિકારીઓ એવા છે જે 11 દેશોમાં કુલ મળીને 38 લાખ લોકોને રોજગારી આપી રહ્યા છે. ભારતીય મૂળના કોર્પોરેટ ઓફિસરો પાસે કુલ એક લાખ કરોડ ડોલરની રેવન્યુ સાથે ચાર લાખ કરોડ ડોલરની માર્કેટ કેપીટલ છે. આ સઘળી માહિતી અમેરિકા સ્થિત પરદેશી ભારતીયોના મોટા સંગઠન 'ધ ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ' દ્વારા તેમના 2020 ના લિસ્ટ માં આપવામાં આવી છે. આ લીસ્ટ તૈયાર કરનારા સંગઠનના અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, ભારતના સીઈઓ ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ માં આગળ છે એવી માન્યતા છે. પરંતુ હકીકતમાં ટેકનોલોજી ઉપરાંત ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં મૂળ ભારતીય સીઈઓ છે. વિદેશોમાં ભારતીય મૂળના ઉચ્ચ પદો પર બેસનારામાંથી બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક, મિડીયા જેવા વિવિધ સેક્ટરોમાં ટોચ પર છે. આ લિસ્ટમાં ભારતમાં જન્મેલા તેમજ મુળ ભારતીય પરંતુ અમેરિકા, યુગાન્ડા, ઇથિયોપિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા માં જન્મેલા ભારતીયોના નામ નો સમાવેશ થયો છે. અહીં ગર્વ લેવા જેવી વાત એ છે કે 58 મૂળ ભારતીય CEO ના લિસ્ટમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com