Site icon News Continuous Bureau | Mumbai

ભારતીયોનો જોટો ન જડે : વિશ્વમાં એવા 58 ભારતીય એજ્યુકેટીવ છે જેમણે 38 લાખ લોકોને નોકરી આપી છે. જાણો તેમના નામ… ગર્વ કરો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

ભારતીય મૂળના ઉચ્ચ અભ્યાસુ એવા એક્ઝિક્યુટિવ કોર્પોરેટ અધિકારી વિશ્વભરમાં ફેલાયેલા છે. એમાંથી ટોચના 58 અધિકારીઓ એવા છે જે 11 દેશોમાં કુલ મળીને 38 લાખ લોકોને રોજગારી આપી રહ્યા છે. ભારતીય મૂળના કોર્પોરેટ ઓફિસરો પાસે કુલ એક લાખ કરોડ ડોલરની રેવન્યુ સાથે ચાર લાખ કરોડ ડોલરની માર્કેટ કેપીટલ છે. આ સઘળી માહિતી અમેરિકા સ્થિત પરદેશી ભારતીયોના મોટા સંગઠન 'ધ ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ' દ્વારા તેમના 2020 ના લિસ્ટ માં આપવામાં આવી છે. આ લીસ્ટ તૈયાર કરનારા સંગઠનના અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, ભારતના સીઈઓ ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ માં આગળ છે એવી માન્યતા છે. પરંતુ હકીકતમાં ટેકનોલોજી ઉપરાંત ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં મૂળ ભારતીય સીઈઓ છે. વિદેશોમાં ભારતીય મૂળના ઉચ્ચ પદો પર બેસનારામાંથી બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક, મિડીયા જેવા વિવિધ સેક્ટરોમાં ટોચ પર છે. આ લિસ્ટમાં ભારતમાં જન્મેલા તેમજ મુળ ભારતીય પરંતુ અમેરિકા, યુગાન્ડા, ઇથિયોપિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા માં જન્મેલા ભારતીયોના નામ નો સમાવેશ થયો છે. અહીં ગર્વ લેવા જેવી વાત એ છે કે 58 મૂળ ભારતીય CEO ના લિસ્ટમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
India Fiscal Deficit Widens સરકારી તિજોરી પર બેવડો માર! કેપેક્સ અને સબસિડીનો ભાર વધતાં ડેફિસિટમાં મોટો ઉછાળો શું બજેટના લક્ષ્યાંકો ખોરવાશે?
Exit mobile version