ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ આજથી કામકાજના દિવસો અંગે નવો નિયમ અમલમાં મુક્યો છે. આજેથી એલઆઈસીના કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરશે. હવે દર શનિવારે પણ એલઆઈસી રજા પાડશે. આ અંગે કેન્દ્ર સરકારે ૧૫ એપ્રિલના રોજ એક પરિપત્ર બહાર પાડ્યું હતું, જે અંતર્ગત શનિવારે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી હતી.
સૌથી મોટા સમાચાર : શું મુંબઈમાં લોકડાઉન ચાલુ રહેશે? મહાનગરપાલિકાએ આપ્યો આ જવાબ.
નવા નિયમ પ્રમાણે એલઆઈસીનું કાર્યાલય અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦થી સાંજે ૫.૩૦ સુધી સેવા પૂરી પાડશે. જોકે એલઆઈસીની વેબસાઈટ રાબેતા મુજમ ચાલુ રહેશે અને ઓનલાઈન પણ સેવાઓનો લાભ લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં પણ છૂટછાટ આપી હતી. કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જો હોસ્પિટલમાં મોત નીપજ્યું હોય તો તેવા મૃત્યુ દાવાને ઝડપથી આગળ વધારવા માટે હવે ડેથ સર્ટીફિકેટને બદલે મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્ય ગણાશે.