ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
ઈન્ડિયન ટેલિકોમ માર્કેટમાં હરિફાઈ ઘણી વધી ગઈ છે અને ખાસ કરીને પ્રીપેડ પ્લાન્સની સાથે કંપનીઓ કેટલાક ફાયદા પોતાના ગ્રાહકોને આપી રહી છે. જ્યારે ભારતી એરટેલ તરફથી યુઝર્સને પ્રીપેડ રીચાર્જ કરવા ઉપર કેશબેક ઓફર આપી રહી છે. જેમાં હાઈસ્પીડ ડેટાની સાથે તમામ નેટવર્ક્સ ઉપર ફ્રી કોલીંગનો ફાયદો યુઝર્સને મળતો હતો. પરંતુ તહેવારોને ધ્યાનમાં લઈ કેશબેક ઓફરનો ફાયદો ઉઠાવવા માટે એમેઝોન પેની મદદથી રિચાર્ઝ કરાવવાનું રહેશે. જો કે આ ઓફર માત્ર એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે છે.
આ રીતના યુઝર્સને પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરવાથી 50 ટકા કે પછી 40 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ એક લિમીટેડ ટાઈમ ઓફર છે, જે માત્ર 30 ઓક્ટોબર સુધી જ માન્ય રહેશે. આ ઓફરનો ફાયદો લેવા માટે યૂઝર્સે પોતાના એમેઝોન પ્રાઈમ એકાઉન્ટથી લોગઈન કરવું પડશે અને કેશબેક રિવોર્ડ કલેક્ટ કરવાનું રહેશે. રિવોર્ડની મદદ લઈને યુઝર્સ પોતાના એમેઝોન પે બેલેન્સથી પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરાવી શકશે. એટલે કે કેશબેક રિવોર્ડ પણ એમેઝોન પે વોલેટમાં જ મળશે.
એમેઝોનની વેબસાઈટ ઉપર આપવામાં આવેલા ટર્મ્સ અને કડીશન્સમાં કહેવામાં આવ્યું છે કે, આ ઓફર માત્ર તે જ યુઝર્સને કેશબેક આપશે જે એમેઝોન પેની મદદથી રીચાર્જ કરશે. એટલે કે કેશબેક મેળવવા માટે એમેઝોન પ્રાઈમના મેમ્બર અને એમેઝોન પેની મદદથી પેમેન્ટ કરવું જરૂરી છે. કંપનીઓ વચ્ચેની હરીફાઈ નો છેવટે ફાયદો ગ્રાહકોને જ મળતો હોય છે…