ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
HDFC બૅન્કમાં વર્ષો પહેલાં મામૂલી રોકાણ કરનારા આજે કરોડપતિ બની ગયા છે. આ બૅન્કના લાઇફટાઇમ ઊંચા કહેવાય એમ સ્ટૉકનો રૂ. 1,725નો ભાવ ચાલી રહ્યો છે અને માર્કેટ નિષ્ણાતોના કહેવા મુજબ બૅન્કના શૅરનો શૉર્ટ ટર્મ માટેનો ભાવ 1,800 રૂપિયા સુધી પહોંચશે.
એક સમય હતો જ્યારે આ બૅન્કના શૅર સિંગલ ડિજિટમાં વેચાતા હતા. એ સમયે જે લોકોએ મામૂલી દરે શૅર ખરીદ્યા હતા તેઓ આજે મોટા માર્જિનથી કરોડો કમાઈ ગયા છે. એટલે કે જે રોકાણકારે આ બૅન્કમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તેમને આજની તારીખમાં પાંચ વર્ષમાં જ એની સામે 2.65 લાખ રૂપિયા મળ્યા છે.
