Site icon

મહારાષ્ટ્રના આ વ્યાપારી સંગઠને ફરી માગ્યું રાહત પૅકેજ; કહ્યું ગુજરાત પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર પણ આપે આ રાહત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનને મહારાષ્ટ્ર સરકારને ફરી એકવાર રાહત પૅકેજ આપવાની વિનંતી કરી છે. ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે એક પ્રેસ રિલીઝ દ્વારા કહ્યું છે કે અમે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ વેપારીઓ, દુકાનદારો, હૉટેલ્સ, રેસ્ટોરાં વગેરેને રાહત પૅકેજની જાહેરાત કરો.

હકીકતે ગુજરાતના મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ,2021થી 31 માર્ચ,2022 સુધીના એક વર્ષના સમય માટે હૉટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટરપાર્ક્સને પ્રોપર્ટી ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હૉટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાંસ અને વૉટરપાર્ક્સને વીજબિલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજવપરાશ થયો હોય એના પર જ વીજબિલની આકારણી કરી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે પણ આ ઍસોસિયેશન સરકારને દુકાનો ખુલ્લી રાખવા અને બીજી અમુક રાહત આપવાની વિનંતી કરી હતી. જોકેસરકાર હજી આ દિશામાં કોઈ પગલાં માંડતી હોય એવું જણાતું નથી.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version