News Continuous Bureau | Mumbai
ટામેટાંના ભાવે (Tomato price)લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ટામેટાંના છૂટક ભાવ 50 થી 106 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે. ટામેટાંની વધતી કિંમતો વચ્ચે સરકારે (Govt)નિવેદન આપીને જણાવ્યું છે કે તેની કિંમતો ક્યારે સ્થિર થશે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે (Union Food Secretary Sudhanshu Pandey)એ જણાવ્યું હતું કે દક્ષિણના રાજ્યો(South states)માં ટામેટાંના છૂટક ભાવ આગામી બે સપ્તાહમાં સ્થિર થવા જોઈએ. વરસાદ(Rain)ના કારણે પાકને ભારે નુકસાન થતાં ભાવમાં ભારે વધારો થયો છે. જોકે દિલ્હી(Delhi)માં ટામેટાના ભાવ સ્થિર છે. વધુમાં તેમણે કહ્યું કે ટામેટાંનું વાસ્તવિક ઉત્પાદન અને આયાત વધુ છે. ઉત્પાદન બાજુએ કોઈ સમસ્યા નથી. સરકારે આ મામલે રાજ્યો સાથે ચર્ચા કરી છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાળવવામાં આવેલા ડેટા અનુસાર, ઘણી જગ્યાએ ટામેટાંના છૂટક ભાવ 50 થી 106 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ આવી જ સ્થિતિ છે. ડેટા જણાવે છે કે દિલ્હીમાં ટામેટાં 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દિલ્હી(Delhi)ને બાદ કરતાં અન્ય મેટ્રોમાં છૂટક ભાવ 2 જૂનના રોજ ઊંચા સ્તરે હતા. ગુરુવારે મુંબઈ(Mumbai) અને કોલકાતા(Kolkata)માં ટામેટાં 77 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.