Site icon News Continuous Bureau | Mumbai

પડતાં પર પાટુ; કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવા માગતી મહારાષ્ટ્ર સરકાર : વિશ્વાસમાં લીધા વગર નવું બિલ નહીં લાવવાની વેપારીઓની ચોખ્ખી ચેતવણી, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારીને પગલે આર્થિક ફટકામાંથી હજી વેપારીઓ બહાર આવી શક્યા નથી. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના નવા-નવા નિયમોને કારણે તેમના વેપારને વધુ અસર થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું બિલ લાવવાનું પ્રસ્તાવિત કર્યું છે.

વેપારીઓની વિદેશી કંપનીઓ સામે સિગ્નેચર ઝુંબેશ, વિદેશી ઈ-કૉમર્સને કારણે બંધ પડેલી દુકાનોનો સર્વે કરવાની સરકાર સમક્ષ માગણી; જાણો વધુ વિગત

સરકારના આ પ્રસ્તાવિત બિલ સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ  વિશ્વાસમાં લીધા વગર બિલ લાવ્યા તો આંદોલન કરીશું. નવી મુંબઈનાં વેપારી મંડળોના કહેવા મુજબ 2016માં મહારાષ્ટ્ર સરકારે મલ્ટિનૅશનલ કંપની, મૉલ્સ તથા સુપર માર્કેટને APMCના કાયદામાંથી છૂટ આપી છે. પછી હવે વેપારીઓ માટે આ કૃષિપેદાશ ખરીદી કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું કારણ શું? સરકારે કોઈ પણ કાયદો લાવતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવા જ પડશે. અન્યથા વિરોધ કરવા આંદોલનનો જ માર્ગ અપનાવો પડશે.

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version