ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સાર્વજનિક ક્ષેત્રની બેન્કના ખાનગીકરણ કરવાના વિરોધમાં બેન્કના કર્મચારીઓએ બે દિવસની હડતાલ જાહેર કરી છે. આજે અને આવતી કાલે બે દિવસ માટે હડતાલ હોવાથી બેન્કના કામને મોટા પ્રમાણમાં અસર થઈ છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને આ હડતાળની જાહેરાત કરી છે.
ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી 2021ના બજેટમાં બેન્કના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારે તે માટે તૈયારીઓ કરવાનું ચાલુ કરી દીધું છે. હાલ ચાલી રહેલા અધિવેશનમાં પણ બેન્કિંગ કાયદામાં સુધારોનો લગતો ડ્રાફ્ટ લાવી રહી છે.
બેન્ક કર્મચારીઓના યુનિયનના કહેવા મુજબ દેશની સાર્વજનિક બેન્કને બચાવવા માટે આ હડતાલ કરવામાં આવી છે. બેન્કના ખાનગીકરણમાં સામાન્ય નાગરિકના બેન્કિંગ અધિકારને પણ નુકસાન થશે એવો દાવો યુનિયને કર્યો છે.
કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે