Site icon

Unclaimed Deposits In Bank: ચોંકાવનારું! બેંકોમાં જમા 78,213 કરોડ રૂપિયા માટે કોઈ દાવેદાર નથી.. જાણો કારણ

Unclaimed Deposits In Bank:જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં 2022 ના નાણાકીય વર્ષમાં દાવા વગરની થાપણો 32,934 કરોડ રૂપિયા હતી. પરંતુ તેની સરખામણીમાં માર્ચ 2023ના અંતે આ રકમ વધીને હવે 42,272 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેમાં 28 ટકાનો વધારો થયો હતો. આ વખતે આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં દાવા વગરની રકમ 26 ટકા વધીને હવે 78,213 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

Unclaimed Deposits In Bank Shocking! There is no claimant for Rs 78,213 crore deposited in banks

Unclaimed Deposits In Bank Shocking! There is no claimant for Rs 78,213 crore deposited in banks

News Continuous Bureau | Mumbai 

Unclaimed Deposits In Bank: ભારતીય બેંકોમાં હાલ દાવા વગરની રકમમાં વધારો થઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. ભારતીય બેંકોમાં દાવા વગરની રકમમાં કુલ 26 ટકાનો વધારો થયો હતો. જેમાં રુ. 78,213 કરોડ બેંકોમાં હાલ પડ્યા છે અને કોઈએ તેનો દાવો કર્યો નથી. માર્ચ 2023 સુધીમાં, ડિપોજીટર શિક્ષણ અને જાગૃતિ ફંડમાં 62,225 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં 2022 ના નાણાકીય વર્ષમાં દાવા વગરની થાપણો 32,934 કરોડ રૂપિયા હતી. પરંતુ તેની સરખામણીમાં માર્ચ 2023ના અંતે આ રકમ વધીને હવે 42,272 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેમાં 28 ટકાનો વધારો થયો હતો. આ વખતે આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં દાવા વગરની રકમ 26 ટકા વધીને હવે 78,213 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :મુંબઈમાં NOTA એ બાજી પલટી નાખી, અમોલ કીર્તિકરના મતવિસ્તારમાં લગભગ આટલા હજાર NOTA ને વોટ મળ્યા.. જાણો વિગતે..

Unclaimed Deposits In Bank: RBI ના UDGAM પોર્ટલ દ્વારા દાવો કરી શકો છો

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, દેશની સહકારી બેંકો સહિત તમામ બેંકોમાં, જો કોઈ ખાતાધારકના ખાતામાં 10 કે તેથી વધુ વર્ષોથી પડેલી રકમ પર કોઈ દાવો કરવામાં આવતો નથી અથવા ખાતામાંથી કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી. તો આ રકમને દાવો ન કરેલી રકમ કહેવામાં આવે છે. આ સિવાય બેંકો આ રકમ અંગે ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. જો કે, કોઈ સંપર્ક ન થતાં બેંકો આવા દાવા વગરના ખાતાની જાણ આરબીઆઈને કરે છે. આ રકમ પછી અનક્લેઈમ ડિપોઝિટ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવે છે.

જો તમારી રકમ બેંકમાં દાવા વગરની છે, તો તમે RBI ના UDGAM પોર્ટલ દ્વારા દાવો કરી શકો છો. આ પોર્ટલ પર જઈને જમા થયેલી રકમનો સરળતાથી દાવો કરી શકાય છે. UDGAM પોર્ટલ પર તમારી નોંધણી પછી, તમે લોગ ઇન કરીને દાવો ન કરેલી રકમ ચકાસી શકો છો. તમે દાવો પણ ફાઇલ કરી શકો છો અથવા સંબંધિત બેંકનો સંપર્ક પણ કરી શકો છો.

 

 

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version