News Continuous Bureau | Mumbai
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Services Tax – GST)ના દરોની સમીક્ષા કરી રહેલા મંત્રીઓના જૂથ (GoM) એ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સ હેઠળ વેચાતા પેકેજ્ડ ફૂડ આઇટમ(Packaged food item) માટે GSTમાં 5 ટકા મળતી છૂટને હટાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાને કારણે આગામી દિવસોમાં મોંઘવારી(Inflation) વધુ વધવાની શક્યતા છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોની સમીક્ષા કરવા માટે મંત્રીઓના જૂથે (GoM) અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સ હેઠળ વેચાતી પેકેજ્ડ ખાદ્ય ચીજો માટે GSTમાં 5% મુક્તિ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત(India)માં સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે સરકારના આ નિર્ણયથી મોંઘવારી હજુ વધશે એવી નારાજગી નાગરિકોની સાથે જ વેપારી વર્ગે વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : શું મોસમ વિભાગના ગાજ્યા મેઘ આજે વરસશે- મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ
આ નિર્ણય લેવા માટે સરકાર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે ચોખા અને ઘઉંના મિલ માલિકો સહિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના એક વર્ગ દ્વારા નોન-બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો માટે GSTમા આપેલી છૂટનો દુરુપયોગ કરી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ(Karnataka Chief Minister Basavaraj Bomai)ની આગેવાની હેઠળની GoM દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની બેઠક શુક્રવારે પૂર્ણ થઈ હતી. જ્યાં બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય પરંતુ કથિત રીતે દાવો કરવામાં આવતો ન હોય તેવા ખાદ્યપદાર્થો માટે કોઈ કરમુક્તિની મંજૂરી આપવામાં આવશે નહીં. GST કાઉન્સિલ દ્વારા આ ભલામણ પર વિચારણા કરવામાં આવવાની છે. તેમની બેઠક 28-29 જૂને શ્રીનગરમાં થવાની છે.
GoM એ GST કાઉન્સિલ પાસેથી GST સ્લેબના પુનર્ગઠન અંગેના તેના મુખ્ય અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ સમય માંગવાનું પણ નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ
કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પદાધિકારીઓના કહેવા મુજબ આ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે, જો તેનો અમલ થશે તો માત્ર સામાન્ય જનતાને જ ભોગવવું પડશે, મોટી કંપનીઓ ઉપરાંત નાના ઉત્પાદકો તેમનો માલ અનરજિસ્ટર્ડ બ્રાન્ડમાં વેચે છે જેમાં માલની ગુણવત્તા મુજબની હોય છે. જો 5% GST લાગુ થશે તો આ GST જનતાએ પોતાના ખિસ્સામાંથી ઉઠાવવો પડશે.એક તરફ મોંઘવારીએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાદ્ય ચીજવસ્તુ(Food items)ઓ મોટાભાગે અનરજિસ્ટર્ડ બ્રાન્ડમાં હોય છે. સામાન્ય નાગરિકોને હવે કાં તો તે મોટી કંપનીઓને વેચવામાં આવે છે અને જે બ્રાન્ડ મોંઘી છે તેનો માલ ખરીદવી પડશે અથવા તો અનબ્રાન્ડેડ માલ ખરીદવાની ફરજ પડશે.