UPI ATM : કાર્ડની ઝંઝટથી મળશે છુટકારો! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે. જુઓ વિડીયો..

UPI ATM : ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ સુવિધાની મદદથી તમે ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો.

by Hiral Meria
UPI ATM : Viral video shows man withdrawing cash from ATM using UPI

News Continuous Bureau | Mumbai 

UPI ATM : ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધાની મદદથી હવે તમે કોઈપણ ડેબિટ કે એટીએમ કાર્ડ વગર UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી ( withdrawing cash) શકશો.

ભારતના લોકોને આ સુવિધા આપવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMને વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

જુઓ વિડીયો ( Viral video ) 

છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે

તે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ માત્ર એક નવો અનુભવ જ નહીં આપે પરંતુ બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપાડ મર્યાદા પણ વધારશે. વધુમાં, UPI ATM ને કાર્ડ સ્કિમિંગ જેવી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.

UPI ATM કેવી રીતે કામ કરશે?

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રવિસુતંજની કુમાર દ્વારા એક વીડિયો ડેમો શેર કરવામાં આવ્યો છે, જેમાં UPI ATM ટચ પેનલના રૂપમાં જોઈ શકાય છે. જમણી બાજુએ UPI કાર્ડલેસ કેશ પર ટેપ કરવાથી રોકડ રકમના વિકલ્પ જેવા કે રૂ. 100, રૂ. 500, રૂ. 1000, રૂ. 2000, રૂ. 5000 અને અન્ય રકમ માટે બટન સાથેની બીજી વિન્ડો ખુલે છે. તેને પસંદ કર્યા પછી, સ્ક્રીન પર QR કોડ દેખાય છે.

આ સમાચાર પણ વાંચો : Share Market : આને કે’વાય નસીબ આડે પાંદડું… 43 પહેલા 3500 શેર લઈને ભૂલી ગયા આ કાકા, આજે અચાનક બની ગયા અબજોપતિ, પરંતુ હવે કંપની આપવાની ના પાડે છે.. જાણો શું છે કારણ..

હવે તમારે કોઈપણ UPI એપનો ઉપયોગ કરીને સ્કેન કરવું પડશે. કોડ સ્કેન કર્યા પછી, વપરાશકર્તાઓને તેમના ઇચ્છિત બેંક એકાઉન્ટને પસંદ કરવા અને પુષ્ટિ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે. હવે તમારે રોકડ ઉપાડવા માટે કન્ફર્મ કરવું પડશે. આ પછી UPI પિન નાખવો પડશે. આ કર્યા પછી, એક UPI મેસેજ આવશે કે ટ્રાન્ઝેક્શન થવાનું છે. આ પછી એટીએમ તમારા પૈસા નીકાળી આપશે.

UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલ છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર WLA ઓપરેટર છે, જે રોકડ ડિપોઝિટ પણ ઓફર કરે છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More