News Continuous Bureau | Mumbai
UPI Transaction Record: UPI એ ડિજિટલ અર્થવ્યવસ્થાના ( digital economy ) વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેના કારણે કોઈ પણ સ્થળે પેમેન્ટ કરવું એક સરળ પ્રોસેસ બની ગયું છે. UPI દ્વારા ચૂકવણીની સરળતાને કારણે, તે લોકોનું પ્રિય માધ્યમ બની ગયું છે. આ કારણે મે મહિનામાં UPI દ્વારા પેમેન્ટનો નવો રેકોર્ડ બન્યો છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIના ડેટા અનુસાર, મે મહિનામાં UPI દ્વારા 14.04 અબજ વ્યવહારો ( transactions ) થયા હતા. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક જ મહિનામાં UPI દ્વારા 14 અબજથી વધુ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવામાં આવી છે.
UPI Transaction Record: એપ્રિલ મહિનામાં યુપીઆઈ દ્વારા 13.3 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા…
અગાઉ એપ્રિલ મહિનામાં યુપીઆઈ દ્વારા 13.3 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. એપ્રિલ મહિના દરમિયાન UPI દ્વારા થતા વ્યવહારોમાં થોડો ઘટાડો થયો હતો. તો માર્ચ મહિનામાં UPI દ્વારા કુલ 13.44 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાં એપ્રિલનો આંકડો સરખામણીમાં લગભગ 1 ટકા ઓછો હતો.
આ સમાચાર પણ વાંચો: Mumbai Suicide : મુંબઈમાં IAS ઓફિસરની દીકરીએ 10મા માળેથી કૂદીને કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યુસાઇડ નોટ; સામે આવ્યું આ ચોંકાવનારું કારણ..
મૂલ્યની દ્રષ્ટિએ પણ UPI દ્વારા વ્યવહારોમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. ડેટા અનુસાર, મે મહિનામાં UPI દ્વારા કરવામાં આવેલા તમામ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 20.45 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. તેના એક મહિના પહેલા, એપ્રિલમાં, UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારોનું કુલ મૂલ્ય 19.64 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે એક મહિનામાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં મૂલ્યના સંદર્ભમાં 4 ટકાથી વધુનો વધારો થયો હતો.
UPI Transaction Record: વાર્ષિક ધોરણે 49 ટકાની ઉત્તમ વૃદ્ધિ જોવા મળી હતી…
તો છેલ્લા મહિના દરમિયાન UPI દ્વારા દરરોજ સરેરાશ 45.3 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાં દૈનિક વ્યવહારની સરેરાશ રકમ રૂ. 65,966 કરોડ રહી હતી. આમાં વાર્ષિક ધોરણે 49 ટકાની ઉત્તમ વૃદ્ધિ જોવા મળી હતી.
આ આંકડો એવા સમયે આવ્યો છે જ્યારે રિઝર્વ બેંકે તાજેતરમાં UPIને દેશની બહાર પણ લોકપ્રિય બનાવવાની યોજના જાહેર કરી છે. RBI ઓછામાં ઓછા 20 અન્ય દેશોમાં UPIનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખે છે. આ દિશામાં પહેલાથી જ સફળતા મળી ચુકી છે અને શ્રીલંકા, નેપાળ, UAE સહિત ઘણા દેશોમાં UPI દ્વારા હાલ વ્યવહારો શરૂ થઈ ગયા છે.