આને સારી બાબત કહેવાય કે ખરાબ? લોકો ક્રેડિટ કાર્ડ થી બેફામ ખર્ચ કરી રહ્યા છે. આઉટ સ્ટેન્ડિંગ રકમ બે લાખ કરોડ પર પહોંચી.

Use of Credit Card Increases in India, outstanding amount reaches to the highest level

આને સારી બાબત કહેવાય કે ખરાબ? લોકો ક્રેડિટ કાર્ડ થી બેફામ ખર્ચ કરી રહ્યા છે. આઉટ સ્ટેન્ડિંગ રકમ બે લાખ કરોડ પર પહોંચી.

News Continuous Bureau | Mumbai

Credit Card Spending: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નવા આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા દસ મહિનામાં લોકોએ ક્રેડિટ કાર્ડનો 20% વધુ ઉપયોગ કર્યો છે. આંકડાઓ બતાવે છે કે માત્ર જાન્યુઆરી 2023 માં જ ક્રેડિટ કાર્ડ દ્વારા નીકળતી લેણીયાત રકમ 1.87 લાખ કરોડ રૂપિયા છે. આ રકમ ભારત દેશના ક્રેડિટ કાર્ડ સંદર્ભે ના આંકડા નો ઉચ્ચાંક છે.

ગત નાણાકીય વર્ષમાં લોકોએ અધધ આટલા બધા રૂપિયા ખર્ચ કર્યા…

ક્રેડિટ કાર્ડ પર લોકોનો વિશ્વાસ વધતો હોય તેવું લાગે છે. પ્રત્યેક મહિને ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યેક મહિને ₹1,00,000 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીથી મુશ્કેલીમાં મહાસત્તા! શું ફરી વ્યાજદરમાં થશે વધારો?, યુએસ ફેડરલ રિઝર્વના વડાએ આપ્યા આ સંકેત..

ભારત દેશમાં આટલા લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે.

દર્શાવવામાં આવેલા આંકડા મુજબ ભારત દેશમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. તમામ બેંકોએ મળીને જાન્યુઆરી 2023 સુધીમાં 8.25 કરોડ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા છે. આ આંકડામાં એડોન કાર્ડ એટલે કે એક જ પરિવારને અનેક કાર્ડ આપ્યા નું પણ નોંધાયું છે. આ આંકડાની સામે વર્ષ 2022માં બાકી રકમ 1,41,254 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરી 2023માં વધીને 1,86,783 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Exit mobile version