ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ, 1 એપ્રિલ 2021
મુંબઈ શહેરના હીરા બજારની ચમક હવે ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. ઓપેરા હાઉસ વિસ્તારમાં પંચરત્ન આ ઈમારતને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વનું અગ્રગણ્ય હીરાનું વેપાર કેન્દ્ર માનવામાં આવતું હતું. પંચરત્નમાં સેંકડો અને હજારો ની સંખ્યામાં લોકો રોજગારી મેળવતા હતા અને અહીંથી અનેક લોકોએ કરોડો રૂપિયા કમાયા. હવે આ બજાર બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં શિફ્ટ થઈ ગયું છે. અહીં ડાયમંડ બુર્સમાં સેંકડો અને હજારો લોકો વેપાર કરે છે. પરંતુ કદાચ આ જગ્યા પર વેપારીઓ વધુ સમય નહીં ટકે.
આનું પ્રમુખ કારણ છે સુરતનો વધી રહેલો વેપાર. સુરતમાં ડાયમંડ બજાર હવે જોરમાં છે.ઉત્તર મુંબઈ ડાયમંડ એસોસિએશનના ઉપાધ્યક્ષ રાજેશભાઈએ ન્યુઝ કંટીન્યૂઝ અને જણાવ્યું કે અનેક ફેક્ટરી માલિકો તેમજ ટ્રેડરો સુરત જતા રહ્યા છે. શક્ય છે કે આવનાર દિવસમાં વધુ લોકો સુરત જતા રહે. આ પરિસ્થિતિમાં મુંબઈ નો વેપાર પહેલા કરતા ઓછો થશે પરંતુ મુંબઈની ચમક કરી જવાની નથી.
ઉલ્લેખનીય છે કે અનેક સૌરાષ્ટ્રવાસીઓ સુરત જવાની તરફેણમાં છે કારણ કે તેઓ પાસે સુરતમાં ઓફિસ અને જમીન છે. આ ઉપરાંત તેઓ પોતાના ગામ સાથે જોડાયેલા રહે છે. આ પરિસ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે વેપારીઓ કેટલા ઝડપથી અને કેટલી સંખ્યામાં શિફ્ટ થાય છે.