ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
નવા વર્ષમાં એટલે કે 2022ની સાલથી ATMથી રોકડ રકમ કાઢવી મોંધુ પડવાનું છે. એટલે કે ગ્રાહક જો નક્કી કરેલી લિમિટથી વધુ વખત પૈસા વિડ્રો કરે છે તો તે માટે બેન્કને ચાર્જ ચૂકવવો પડશે.
RBIના નિયમો મુજબ એક્સિસ બેન્ક અથવા અન્ય બેન્કના ATMથી મફતમાં પૈસા વીડ્રો કરવાની રહેલી લિમીટથી વધુ વખત ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 21 રૂપિયા અને GST ચૂકવવો પડશે આ નિયમ પહેલી જાન્યુઆરી 2022થી લાગુ પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે પોતાની બેન્કના ATMથી દર મહિને પાંચ વખત મફતમાં ફાઈનાન્શિયલ અથવા નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના ATMથી ત્રણ અને નોન મેટ્રો સેન્ટરમાં આવેલા ATMથી પણ પાંચ વખત મફત માં સુવિધા મળે છે.
આગામી મહિનાથી ગ્રાહકોને મફતમાં મળતી લેવડ-દેવડની સુવિધાની માસિક લિમિટ પૂરી થયા બાદ 20 રૂપિયાની બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન આપવા પડશે. RBIના કહેવા મુજબ વધુ ઈન્ટરચેન્જ ચાર્જ અને જનરલ કોસ્ટ વધવાને કારણે ટ્રાન્ઝેકશન ચાર્જ વધારવામાં આવ્યો છે.