Site icon

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કરનારી પેટાકંપની ક્વાલકોમ વેન્ચર્સની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડના રોકાણની જાહેરાત

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 જુલાઈ 2020

5G અને વાયરલેસ ટેક્નોલોજીમાં વિશ્વમાં અનોખી ક્ષમતાઓ ધરાવતી કંપની ક્વાલકોમનું જિયોની પહેલને અનુમોદન

ભારતીય ગ્રાહકો માટે એડ્વાન્સ પ્લેટફોર્મ તૈયાર કરવા તરફ પ્રયાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ("રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ") અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ ("જિયો પ્લેટફોર્મ્સ") દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે વાયરલેસ ટેક્નોલોજીમાં અગ્રણી વૈશ્વિક કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પ્રમાણે આ મૂડીરોકાણ કરવામાં આવશે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર જિયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકોમ વેન્ચર્સને 0.15 ટકા ઇક્વિટી હિસ્સો પ્રાપ્ત થશે. એડ્વાન્સ 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં અને ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ પૂરી પાડવા માટેની જિયો પ્લેટફોર્મ્સની સફરમાં આ રોકાણ ક્વાલકોમ અને જિયો પ્લેટફોર્મ્સ વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે. 

ક્વાલકોમ વિશ્વમાં વાયરલેસ ટેક્નોલોજીમાં નીતનવા સંશોધનો કરનાર અગ્રણી કંપની છે અને 5Gના વિકાસ, શરૂઆત અને વિસ્તાર પાછળ ચાવીરૂપ પરિબળ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઉત્તરોત્તર વધતા 62 બિલિયન અમેરિકી ડોલરના ભંડોળ, 35 વર્ષનો સંશોધનોનો ઇતિહાસ અને 140,000 પેટન્ટ અને પેટન્ટ એપ્લિકેશન્સ સાથે ક્વાલકોમ ભારતીય ટેક્નોલોજી ક્ષેત્રને વિસ્તારવા અને નીતનવા સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ક્વાલકોમ વેન્ચર્સ એવું વૈશ્વિક ફંડ છે જે 5G, AI, IoT, ઓટોમોટિવ, નેટવર્કિંગ અને એન્ટપ્રાઇઝ ક્ષેત્રમાં વાયરલેસ ઇકોસિસ્ટમ ધરાવતી કંપનીઓમાં મૂડીરોકાણ કરે છે. ભારતમાં ક્વાલકોમ વેન્ચર્સ ડેરી ઉદ્યોગથી લઈને વાહનવ્યવહાર અને સંરક્ષણ સુધીના સ્થાનિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરી ચૂક્યું છે અને ભારત તથા વૈશ્વિક બજાર માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઉત્પાદનો તૈયાર કર્યા છે.

રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકાર તરીકે ક્વાલકોમ વેન્ચર્સને આવકારતાં આજે હું ખૂબ જ ઉત્સાહિત છું. કેટલાય વર્ષોથી ક્વાલકોમ મૂલ્યવાન ભાગીદાર બની રહ્યા છે અને મજબૂત તથા સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક ઊભું કરવાની દૂરદૃષ્ટિ અમારી વચ્ચે સમાન છે. દરેક ભારતીયને ડિજિટલ કનેક્ટિવિટી મળે તે માટે તેની કુશળતાઓનો લાભ મળશે. વાયરલેસ ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરનાર ક્વાલકોમ આ ટેક્નોલોજીના ઊંડાણ સુધી પહોંચવામાં અને 5Gનું સપનું સાકાર કરવાની અમારી નેમ પૂરી કરવામાં પણ તેઓ મદદરૂપ બની રહેશે. ભારતના લોકો અને વેપાર-ઉદ્યોગ માટે ડિજિટલ ક્રાંતિનું નવું પ્રકરણ ઉમેરવામાં પણ સહાયક બની રહેશે."

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડના CEO સ્ટીવ મોલેનકોપ્ફે કહ્યું હતું કે "તમામ લોકો અને તમામ વસ્તુઓ માટે ડિજિટલ કનેક્ટિવિટીના લાભ વિસ્તારવાના સમાન લક્ષ્યો સાથે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે, જિયો પ્લેટફોર્મ્સ ભારતીય ગ્રાહકોને અત્યાધુનિક સેવાઓ અને અનુભવો પ્રદાન કરશે. અજોડ ઝડપ અને અદ્વિતિય અનુભવ આપનાર 5G આવનારા વર્ષોમાં દરેક ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકશે. અપ્રતિમ ડિજિટલ અને ટેક્નોલોજિકલ ક્ષમતાઓ સાથે જિયો પ્લેટફોર્મ્સે ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કર્યું છે. ભારતમાં લાંબા સમયથી અમારી હાજરી સાથે રોકાણ અને ટેક્નોલોજીના માધ્યમથી અમે ભારતની ડિજિટલ ઇકોનોમીમાં ક્રાંતિનું નવું પ્રકરણ ઉમેરવાના જિયોના વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છીએ.

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.

આ સમજૂતીમાં રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને AZB એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version