News Continuous Bureau | Mumbai
Yes Bank-SMBC News: યસ બેંકએ Rs 16,000 કરોડનું ભારી fund raise કરવાની યોજના જાહેર કરી છે. આ રકમ ઇક્વિટી અને ડેબ્ટ બંને માધ્યમથી ઉઘરાવવામાં આવશે. આ સાથે જ SMBC (Sumitomo Mitsui Banking Corporation) 20% હિસ્સેદારી સાથે સૌથી મોટું શેરધારકબન્યું છે. યસ બેંકએ SBI અને SMBCને વિશેષ અધિકારો આપવા માટે Articles of Association માં ફેરફાર કરવાની મંજૂરી આપી છે.
Yes Bank-SMBC News: Masterstroke: ₹16,000 કરોડના fund raiseથી Yes Bankએ લીધો મોટો નિર્ણય
યસ બેંક એ 3 જૂનના રોજ થયેલી બોર્ડ મિટિંગમાં ₹7,500 કરોડ ઇક્વિટી અને ₹8,500 કરોડ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેંટ દ્વારા ફંડ ઉઘરાવવાનો નિર્ણય લીધો. આ ઇક્વિટી ડીલ્યુશન 10%થી વધુ નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. આ પગલાંથી બેંક ની capital adequacy અને lending capacityમાં વધારો થશે.
SMBC: જાપાનની bank હવે Yes Bankમાં સૌથી મોટું shareholder
SMBCએ ₹13,483 કરોડમાં 20% હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ માં SBIએ પોતાનો 13.19% હિસ્સો વેચ્યો છે જ્યારે Axis Bank, HDFC Bank, ICICI Bank સહિત અન્ય બેંકો મળીને 6.81% હિસ્સો વેચ્યો છે. આ ડીલ ભારતના banking historyમાં સૌથી મોટી cross-border investment તરીકે નોંધાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor :મલેશિયાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માટે ભારતના પ્રતિનિધિમંડળને આપી મંજૂરી
Yes Bank-SMBC News: Articles of Associationમાં ફેરફાર: SMBC અને SBIને મળ્યા વિશેષ અધિકાર
Yes Bankએ SMBC અને SBIને boardમાં director nominate કરવાનો અધિકાર આપ્યો છે. SMBC ઓછામાં ઓછો 10% અને SBI ઓછામાં ઓછો 5% હિસ્સો જાળવી રાખે તો તેઓને આ અધિકાર મળશે. આ ફેરફાર શેર ધારક અને RBIની મંજૂરી બાદ અમલમાં આવશે.