Site icon

ઓનલાઈન ફૂડ ડીલીવર કરતી કંપનીના વળતા પાણી- ઝોમેટોના શેરમાં સતત બીજા દિવસે થયો આટલા ટકાનો મોટો કડાકો

News Continuous Bureau | Mumbai

સ્ટોક માર્કેટ(Stock Market)માં લિસ્ટેડ ફૂડ ડિલિવરી ચેઈન કંપની(food delivery company) ઝોમેટોનો સ્ટોક જાેરદાર ધોવાઈ રહ્યો છે. આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં લિસ્ટેડ ફૂડ ડિલિવરી ચેઈન કંપની Zomatoના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં Zomatoના શેરમાં 12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. Zomato શેરનો ભાવ 12 ટકાથી વધુ ઘટીને રૂ. 41.40 થયો હતો. હાલમાં આ શેર 11.55 ટકાના ઘટાડા સાથે રૂ. 42.10 પર ટ્રેડ કરી રહ્યો છે. અગાઉ સોમવારે પણ શેરમાં 14 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. છેલ્લા બે દિવસમાં Zomatoનો સ્ટોક 23 ટકા ઘટ્યો છે.

Join Our WhatsApp Community

જાે ઝોમેટોના સ્ટોકમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો તેના બે મુખ્ય કારણો જણાવવામાં આવી રહ્યા છે. 1. ઝોમેટોએ શેરબજારમાં લિસ્ટ થયાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. અને રોકાણકારો કે જેમના શેર એક વર્ષના લોક-ઇન સમયગાળામાં હતા તેઓ હવે આ બોન્ડમાંથી મુક્ત છે અને જો તેઓ ઇચ્છે તો શેર વેચી શકે છે. શેરના નોન-પરફોર્મન્સના કારણે બજારને ડર છે કે આ રોકાણકારો વેચી શકે છે, તેથી શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો- સેન્સેક્સ 500 અંક નજીક ગગડ્યો- મંદીના માહોલમાં પણ આ શેરના ભાવ ઉછળ્યા

બીજી તરફ, જુબિલન્ટ ફૂડવર્કસ, જે દેશમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્‌સ રિટેલ ચેન ચલાવે છે, તે ઝોમેટો અને સ્વિગીની ઓનલાઈન એપ્સ પરથી ઓર્ડર લેવાનું બંધ કરી શકે છે. આ ખુલાસો જુબિલન્ટ ફૂડવર્કસ દ્વારા જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને સુપરત કરવામાં આવેલી ગોપનીય ફાઈલીંગમાં કરવામાં આવ્યો છે. એટલે કે, તમને ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એપ પર ડોમિનોઝ પિઝા નહીં મળે. આ કારણે ઝોમેટોના સ્ટોકમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

તમને જણાવી દઈએ કે ઝોમેટોનો સ્ટોક રૂ. ૧૬૯ના સર્વોચ્ચ સ્તરથી ૭૩ ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે ઝોમેટોનો સ્ટોક રૂ. ૧૬૯ પર હતો ત્યારે તેનું માર્કેટ કેપ રૂ. ૧.૩૩ લાખ કરોડની નજીક હતું. એટલે કે આ સ્તરેથી માર્કેટ કેપમાં રૂ. ૯૬,૦૦૦ કરોડનો ઘટાડો થયો છે.  

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version