ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ઑનલાઇન ફૂડ ડિલિવરી કરતી ઝોમેટોએ ૧૫ મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરવાનો મોટો દાવો કર્યો હતો. હવે આ સેવા ઝોમેટોની ઍપ પર દેખાતી બંધ થશે. ટૂંક સમયમાં જ આ સર્વિસ બંધ કરવાના નિર્ણય પાછળ આ છે કારણો…
ઑર્ડર ડિલિવરી કરવામાં મોડું થવાની ફરિયાદો, ગ્રાહકોને થયેલા ખરાબ અનુભવો અને કરિયાણાની ઑનલાઇન ડિલિવરીમાં વધી ગયેલી પ્રતિસ્પર્ધાને લીધે કંપનીએ આ સેવા શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં બંધ કરવી પડી.
ચોંકાવનારો અહેવાલ : ૯/૧૧ના હુમલા પાછળ આ દેશ પણ હતો જવાબદાર, ના… ના… પાકિસ્તાન નહીં; જાણીને ચોંકી જશો
કંપનીએ હાલમાં જ ઑનલાઇન ગ્રોસરી પ્લૅટફૉર્મ ગ્રોફર્સમાં ૭૪૫ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ભાગીદારી કરી હતી. કંપનીના સીએફઓ અક્ષત ગોયલે જણાવ્યું હતું કે આ નવા ક્ષેત્રનો અનુભવ લેવા અને વ્યાપારમાં રણનીતિ બનાવવા માટે ભાગીદારી કરી છે. અમે બહુ જ જલદી ઝોમેટો ઍપ પર ફરીથી કરિયાણું વેચવાની સેવા શરૂ કરીશું અને ઝડપથી આગળ વધીશું.