News Continuous Bureau | Mumbai
National Statistics Day: આઝાદી પછી દેશના સત્તાવાર આંકડા અને આર્થિક આયોજન ક્ષેત્રે (સ્વ.) પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ( Prasanta Chandra Mahalanobis ) દ્વારા આપવામાં આવેલા ઉલ્લેખનીય યોગદાનની માન્યતામાં 2007 થી દર વર્ષે 29 જૂનના રોજ રાષ્ટ્રીય સ્તરે આંકડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય પ્રતિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (ક્ષેત્ર સંકાર્ય પ્રભાગ) ના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરી, ગાંધીનગર અને NSSOના ડેટા પ્રોસેસિંગ સેન્ટરના સહયોગથી NSSO ભવન, અમદાવાદ ખાતે 18મા આંકડા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત સન્માનિત મહેમાનોએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

18th Statistics Day organized in NSSO
રાષ્ટ્રીય પ્રતિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (ક્ષેત્ર સંકાર્ય પ્રભાગ), ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ના સહાયક નિદેશક શ્રી એ.જે. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. રાષ્ટ્રીય પ્રતિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (ક્ષે.સં.પ્ર.), ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ( Ahmedabad ) ના શ્રી એસ.કે.ભાણાવત, ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા એ મુખ્ય ભાષણ આપ્યું હતું અને સાંખ્યિકી ના ક્ષેત્રમાં પી.સી. મહાલનોબિસના યોગદાન અને સિદ્ધિઓ વિશે શ્રોતાઓને માહિતગાર કર્યા. શ્રી શક્તિ સિંહ, નિદેશક, ડીપીસી, ડૉ. રાકેશ પંડ્યા, નિદેશક, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક; શ્રીમતી એલ.આર. કક્કર, નિદેશક, મૂલ્યાંકન નિયામક અને શ્રી એસ.એસ. સુથાર, ડાયરેક્ટર, જીએસઆઈડીએસ, ગુજરાત સરકાર પણ તેમની અમૂલ્ય ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ વર્ષે આંકડા દિવસનો વિષય હતો, ‘નિર્ણય લેવા માટે ડેટાનો ઉપયોગ’. NIOH ના વૈજ્ઞાનિક ડૉ. સુખદેવ મિશ્રા એ આ વિષય પર પ્રસ્તુતિ આપી હતી.

18th Statistics Day organized in NSSO
આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એનડીઆરએફના બીજા પર્વતારોહણ અભિયાન ‘વિજય’ના સફળ પુનરાગમનને આવકાર્યું
અર્થશાસ્ત્ર ( Economics ) અને આંકડા નિયામકની કચેરી તરફથી સુશ્રી સુષ્મા પાઠક અને સુશ્રી ભાવના પટેલે ગુજરાતના ( Gujarat ) મુખ્ય સૂચકાંકો પર રજૂઆત કરી. વર્ષ 2024-25 માટે ઇન્ટર્નશીપમાં ભાગ લેનાર ઇન્ટર્ન દ્વારા પણ વિષય પર રજૂ કરવામાં આવી હતી. દેશના વિકાસ માટે સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે જનજાગૃતિ કેળવવા માટે આંકડાકીય દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓની હાજરી દ્વારા સારી રીતે પૂરો થયો. ગ્રાહક ભાવ સૂચકાંકના સંકલન માટે માસિક ધોરણે મૂલ્યવાન માહિતી પ્રદાન કરનારા પસંદ કરેલા દુકાનદારોને રાષ્ટ્રની નીતિ નિર્માણમાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.