News Continuous Bureau | Mumbai
Ticket checking: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર તમામ કાયદેસર યાત્રીઓને ( passengers ) આરામદાયક અને વધારે સારી સેવાઓ નિશ્ચિતરૂપે મળી રહે તેમ જ ટ્રેનના આવાગમનમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે મેલ/એક્સપ્રેસની ( Express train ) સાથો સાથ પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/ખુદાબક્ષ મુસાફરો પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ ચેકિંગને સઘન બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું.
રેલ વાહનવ્યવહારમાં ( rail transport ) અનધિકૃત મુસાફરોને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવનકુમાર સિંહના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન ( Ticket checking campaign ) ચલાવવામાં આવ્યા. આ વર્ષે ડિસેમ્બર માસ 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) દ્વારા મહત્તમ ટિકિટ ચેકર કર્મચારીઓ જેમાં મહિલા ટિકિટ ચેકર્સ પણ સામેલ છે, તેમનો સહયોગ લઇને મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન તેમ જ અમદાવાદ સ્ટેશને વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. આ રીતે મોટા પાયે કરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન ડિસેમ્બર 2023માં 28422 કેસ નોંધાતા 1.94 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મેળવવામાં આવી જે ગત વર્ષની સરખામણીએ 27.29 ટકા વધારે છે. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વિનાના સામાનના કુલ 2.93 લાખ કિસ્સા તેમ જ 20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી.
આ સમાચાર પણ વાંચો : Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 1 કરોડ રજિસ્ટ્રેશન.
તમામ યાત્રીઓને વિનંતી છે કે યોગ્ય રેલ ટિકિટ મુજબ જ યાત્રા કરે, એથી તમે રેલની પ્રગતિમાં યોગદાન આપી માનભેર યાત્રા પણ કરી શકશો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.