News Continuous Bureau | Mumbai
Ahmedabad News: 34મી નેશનલ યુથ પાર્લામેન્ટ – 2024માં પીએમ શ્રી કેવી કેન્ટ અમદાવાદના વિદ્યાર્થીોએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. જ્યાં તેઓએ રીજનલ સ્તરે વિજેતા બનવાની સાથે ઝોનલ સ્તરે તૃતીય સ્થાન મેળવ્યું.
આ પ્રસંગે સંસદ લાઈબ્રેરી નવી દિલ્હી ખાતે સંસદીય કાર્ય મંત્રી અને આદિવાસી કલ્યાણ મંત્રી શ્રી કિરણ રિજિજુ દ્વારા વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે શ્રી એચ.આર. ચૌધરી (ઉપપ્રિન્સિપાલ), શ્રી કુલદીપ સિંહ રાવત (પીજીટી ભૂગોળ) અને શ્રીમતી વિજયા રોય (પીજીટી ઈતિહાસ) ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Stone Pelting on Train: સુરતથી નીકળેલી ટ્રેન પર જળગાંવમાં પથ્થરમારો, મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહી હતી ટ્રેન; મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો…
આ સિદ્ધિ વિદ્યાર્થીઓની કઠિન મહેનત અને માર્ગદર્શકોની પ્રેરણાનો પ્રતિબિંબ કરે છે. પીએમ શ્રી કેવી કેન્ટ અમદાવાદ માટે આ એક ગૌરવસભર ક્ષણ છે, જે ભવિષ્યના નેતાઓને પ્રેરિત કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.