Site icon

Railway: અમદાવાદ મંડળના 6 રેલવે કર્મચારીઓનું મંડળ રેલ પ્રબંધક દ્વારા સમ્માન કરવામાં આવ્યું

Railway: તમામ સમ્માનિત કર્મચારીઓએ રેલવે સંરક્ષા માં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

6 railway employees of Ahmedabad Mandal were honored by the Mandal Rail Manager

6 railway employees of Ahmedabad Mandal were honored by the Mandal Rail Manager

News Continuous Bureau | Mumbai

Railway: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) પર મંડળ રેલ પ્રબંધક ( Mandal Rail Manager ) શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા  અમદાવાદ મંડળ ના 6 રેલવે કર્મચારીઓને ( Railway employees ) સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર ( Certificate ) આપી સન્માનિત કર્યા હતા.

Join Our WhatsApp Community

વરિષ્ટ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશ કુમાર ખરાડીએ માહિતી આપતાં જણાવ્યું કે, શ્રી મનોહર રામ પોઈન્ટ્સ મેન-મુન્દ્રાપોર્ટ, શ્રી દીપક કુમાર સિંહ ટ્રેન મેનેજર-ગાંધીધામ, શ્રી લવકેશ મીના ટ્રેન મેનેજર-ગાંધીધામ, શ્રી નિર્ભય કુમાર શર્મા સ્ટેશન માસ્ટર-ગોરઘુમા, શ્રી રાજેન્દ્ર પ્રસાદ સ્ટેશન માસ્ટર-જકસી અને શ્રી મંજૂર આલમ પોઈન્ટ્સ મેન-ચાંદલોડિયાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સમ્માનિત કર્મચારીઓએ રેલવે સંરક્ષા માં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે

મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ આ સતર્ક રેલવે સંરક્ષા રક્ષકોને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે તેથી અમને સુરક્ષિત ટ્રેનના કામમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version