Site icon

Ahmedabad Emergency Call Box: અમદાવાદ પોલીસની મોટી પહેલ, મુશ્કેલીમાં લોકોની મદદ માટે આ પ્રોજેક્ટ હેઠળ લગાવાયા 205 ઈમરજન્સી કોલ બોક્સ.

Ahmedabad Emergency Call Box: દરેકને સુરક્ષા પ્રદાન કરતા આ ઈમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઈફલાઈન બની ગયા છે. પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે.

A big initiative of Ahmedabad Police, 205 emergency call boxes installed under this project to help people in trouble.

A big initiative of Ahmedabad Police, 205 emergency call boxes installed under this project to help people in trouble.

News Continuous Bureau | Mumbai

Ahmedabad Emergency Call Box:  કોઈ મુશ્કેલીમાં મદદ માટે તમારે માત્ર એક બટન જ દબાવવું પડે તો કેવું સારું! ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઈમરજન્સી કોલ બોક્સ લગાવાયા જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે. 

Join Our WhatsApp Community

તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવો છો, તો તરત જ આપનો વિડીયો નજીકના પીસીઆર વાનમાં તથા પોલીસ કંટ્રોલ રુમમાં પહોંચી જશે. ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. 

આ કોલ બોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત. અત્યાર સુઘીમાં 167 કાર્યરત કરી દેવામાં આવ્યા છે, અન્ય બોક્સ ટુંક સમયમાં કાર્યરત થશે. સુવિધાથી ખુશ વિદ્યાર્થીની માયાબેને કહ્યું,  “જો કોઈ ઘટના બને તો અમે કોલ બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તેની અંદર એક કેમેરા છે, જેના દ્વારા અમે પોલીસ સાથે સીધી વાત કરી શકીએ છીએ. અમને આવી સારી સુવિધા આપવા બદલ અમે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ.”

દરેકને સુરક્ષા પ્રદાન કરતા આ ઈમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઈફલાઈન બની ગયા છે. પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે. આ બોક્સની કાર્યપદ્ધતિ સમજાવતા અમદાવાદ પોલીસ ( Ahmedabad  ) એડીજીપી અજય ચૌધરીએ કીધું, ‘”ઇમરજન્સી કોલ બોક્સ એ દ્વિ-માર્ગી સંચાર પ્રણાલી છે. જો કોઇ નાગરિક કોલ કરે છે, તો પોલીસ કંટ્રોલ રૂમ તેનો સીધો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરશે અને પીસીઆર વાન તરત જ ત્યાં પહોંચી જશે.”

આ સમાચાર પણ વાંચો :  Abhijat Marathi Language Program : PM મોદીએ મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં લીધો ભાગ, મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ પાઠવ્યા અભિનંદન.

 આમ, સમાજને સુરક્ષિત રાખવાના સરકારના વિઝનનું ઈમરજન્સી કોલ બોક્સ ( Emergency Call Box ) સાચું ઉદાહરણ પુરું પાડે છે. આ માત્ર કોલ બોક્સ નથી, પરંતુ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version