Site icon

Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

Tribal Pride Day Gujarat: અમદાવાદ ખાતે ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯થી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી પ્રદર્શન- મેળાની મુલાકાત લઇ શકશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે

A 'Traditional Tribal Herbal Exhibition - Sale' fair will be held in Ahmedabad on tribal pride day

A 'Traditional Tribal Herbal Exhibition - Sale' fair will be held in Ahmedabad on tribal pride day

News Continuous Bureau | Mumbai

Tribal Pride Day Gujarat:  આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર આદિવાસી સમાજના મસીહા- ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની તા. ૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેને દેશભરમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.  

Join Our WhatsApp Community

જન્મજયંતી ( Birsa Munda ) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાનીમાં અમદાવાદ ( Ahmedabad ) ખાતે ‘પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯ થી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૯ નવેમ્બરે સાંજે ૦૫ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ મેળાની નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી મુલાકાત લઇ શકશે.

આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન – તાલીમ સોસાયટી,ગાંધીનગર ( Bhupendra Patel  )  દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું ( Tribal Pride Day ) પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે. આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી ( Traditional tribal herbal exhibition ) દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.

આ સમાચાર પણ વાંચો :  AICFB National Chess Championship : બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 શરૂ, આટલા રાજ્યોએ લીધો ભાગ.

આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગની ( Tribal Development ) યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version