News Continuous Bureau | Mumbai
Vistadome Coach: પશ્ચિમ રેલવે દ્વારા સમ્માનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે, જે મુસાફરોને બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે.
ટ્રેન ( Express Train ) નંબર 20947/20950 ના વિસ્ટાડોમ કોચ નું ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ( IRCTC ) વેબસાઇટ પર ખુલ્લું છે.
આ સમાચાર પણ વાંચો: Ratan Tata Mukesh Ambani : ભારતના અનમોલ ‘રતન’ ટાટાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અંતિમ વિદાય આપી, પુત્ર અને પુત્રવધુ પણ પહોંચ્યા; જુઓ વિડિયો
ટ્રેનના ( Western Railway ) સંચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.