News Continuous Bureau | Mumbai
ISKCON Flyover Accident Video : બુધવારે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો. ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને મહિન્દ્રા થાર(Mahindra Thar) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત (Accident) જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે આવતી જગુઆર કાર(Jaguar car) આ ટાળો પર ફરી વળે છે જેમાં પોલીસકર્મી સહિતના લોકોના મોત થઈ જાય છે. હવે આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ફુલ-સ્પીડ જગુઆર લોકોને અડફેટે લે છે. જગુઆર અકસ્માતને તે જ બાઇક સવાર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે, જે થાર અને ડમ્પર વચ્ચેની ટક્કરનું રેકોર્ડિંગ કરી રહ્યો છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે થોડી જ વારમાં આખું ચિત્ર જ બદલાઈ જાય છે. લોકો ચીસો પાડવા લાગે છે. આ અકસ્માતમાં 9 યુવકોના મોત થયા છે. જેમાં બે પોલીસકર્મીઓ પણ શામેલ છે.
જુઓ વિડીયો
अहमदाबाद :
एक रईसज़ादे ने सड़क पर खड़े लोगो को तेज रफ़्तार कार से कुछ यूँ उड़ाया.
09 लोगों की मौत हो चुकी है,05 ज़ख़्मी है. pic.twitter.com/lckZgmSaYa
— Janak Dave (@dave_janak) July 20, 2023
ગણતરીની સેકન્ડોમાં આખું ચિત્ર જ બદલાઈ ગયું
અકસ્માતનો જે વીડિયો(Accident video) સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે, સામેના રોડ પર અકસ્માતની ઘટના જોઈને મોટરસાઈકલ લઈને જઈ રહેલો યુવક થોડો ધીમો પડી જાય છે. આજ દરમિયાન એક અન્ય કાર પણ ટોળે વળેલા લોકો તરફ આવે છે અને ગણતરીની સેકન્ડોમાં આખું ચિત્ર જ બદલાઈ જાય છે. આ અકસ્માતમાં રોડ પર ઉભેલા લોકો એક જ ઝાટકામાં મોતને ભેટે છે. ઘટના બાદ લોકોએ જેગુઆર કારમાં સવાર યુવકને બહાર કાઢીને તેના પર ભયાવહ ઘટનાનું કારણ બનવા બદલ તેના પર ગુસ્સો પણ ઉતાર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Raj Kundra : રાજ કુન્દ્રાઃ હવે એક્ટર બનવા જઈ રહ્યો છે રાજ કુન્દ્રા, પોર્નોગ્રાફી કેસ પર બની રહેલી ફિલ્મમાં આ ભૂમિકા ભજવશે શિલ્પા શેટ્ટી નો પતિ!
પીડિત પરિવારને મળશે ન્યાય
હાલ કાર ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસના કહેવા મુજબ આરોપીઓને કડક સજા થશે અને પીડિત પરિવારને ન્યાય મળશે.
મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
એસજી હાઈવે પર તમામ સરકારી કેમેરા બંધ
આઈપીએસ અધિકારીઓ રાત્રે બનેલી આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા અને નજીકના સરકારી સીસીટીવીને અન્ય વસ્તુઓ શોધવા માટે સૂચના આપી રહ્યા હતા. પરંતુ ત્યાં એક અધિકારીએ કહ્યું કે સાહેબ, આ હાઈવે પર એક પણ કેમેરા નથી ચાલતો. અનેક વખત અરજી કરવા છતાં કેમેરા ચાલુ થયા નથી. તો સાહેબ તમને કાંઈ નહીં મળે. ત્યારે આ વિડીયો પોલીસને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે મદદ કરી શકે છે.