News Continuous Bureau | Mumbai
- અમદાવાદ જિલ્લાના ૧,૮૮,૦૪૦ ખેડૂતોના ખાતામાં રૂપિયા ૩૭.૬૧ કરોડ ની રકમ જમા કરવામાં આવી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વર્ચ્યુઅલ સંબોધન
- ધરતીની ફળદ્રુપતા, પાણીની ગુણવત્તા અને માણસના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક આહાર અત્યંત જરૂરી – સાંસદ શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ
Agricultural Science Center: અમદાવાદ જિલ્લાના અરણેજ ખાતે આયોજીત કિસાન સન્માન સમારોહમાં સાંસદ શ્રી ડૉ. હસમુખભાઈ પટેલે જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી અપનાવવી એ વર્તમાન અને આવનારી પેઢી માટે જરૂરી છે. ધરતીની ફળદ્રુપતા, પાણીની ગુણવત્તા અને માણસના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક આહાર અત્યંત જરૂરી છે. રસાયણ યુક્ત ખેતી ટૂંકા ગાળાનો લાભ તો અપાવી શકે પરંતુ લાંબા ગાળે જમીન અને માનવીના સ્વાસ્થ્ય અને મોટું નુકસાન કરે છે ખેતીને પાયમાલ બનાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. સાંસદ શ્રી ડૉ. હસમુખભાઈ પટેલે અમદાવાદના અરણેજ ખાતે આયોજિત કિસાન સન્માન સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કર્યું હતું. સાંસદશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એવી સરકાર છે જે હરહંમેશ ખેડૂતોને પડખે ઉભી રહે છે. ખેડૂતોના પ્રશ્નોને જાણનારી, સમજનારી અને તેના રચનાત્મક ઉકેલ લાવનારી આ સરકાર છે.
આ સમાચાર પણ વાંચો: BJP Kalash Yatra: પ્રયાગરાજના પવિત્ર જળનું સ્નાન મુંબઇમાં થશે, મહાશિવરાત્રી નિમિત્તે બોરીવલીમાં પવિત્ર જળની સ્નાન અને આચમન વ્યવસ્થા
Agricultural Science Center: તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવ જાહેર કરવામાં અને ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવામાં વર્તમાન સરકાર ખેડૂતોની અપેક્ષાઓ પર હરહંમેશ ખરી ઉતરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ તકે સાંસદશ્રીએ રાજ્ય સરકારના નવનિર્મિત કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ પોર્ટલની ભૂમિકા આપી હતી. આ પોર્ટલની વિશેષતાઓ જણાવી તેનો લાભ લેવા સૌ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ભૂમિકા આપતા સાંસદશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોને સન્માનપૂર્વક ધનરાશિ આપી આત્મનિર્ભર કરવાનું કદમ આ યોજનાથી સરકારે ઉઠાવ્યું છે. ખાસ કરીને નાના સીમાંત ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ નીવડી છે તેમ તેમણે ઉમેર્યું હતું. સાંસદ શ્રી કહ્યું કે, અમદાવાદ જિલ્લા પ્રશાસન તંત્ર જિલ્લાના 2.29 લાખ ખેડૂતોની પ્રગતિ અને ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે.
આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે
સાંસદશ્રીએ ખેડૂતો માટેની વિભિન્ન ઓનલાઇન સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ કરી આ બહુવિધ સુવિધાઓનો ઉપયોગ કરવા, તેનો લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અપીલ કરી હતી. કિસાન સન્માન સમારોહ કાર્યક્ર્મમાં પી.એમ. કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના અંતર્ગત રાજ્યના ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧૧૪૮ કરોડની વધુની રકમ ૧૯ મો હપ્તો સીધો DBT માધ્યમ દ્વારા વિતરણ કરવામાં આવ્યો હતું ,જેમાં અમદાવાદ જિલ્લાના ૧,૮૮,૦૪૦ ખેડૂતોના ખાતામાં રૂપિયા ૩૭.૬૧ કરોડ ની રકમ જમા કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના કાર્યક્રમ થી “કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ એન્ડ મોબાઇલ એપ્લિકેશનનું ઈ-લૉન્ચિંગ અને તુવેર ખરીદીનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો જેનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું કિસાન સન્માનના કાર્યક્રમમાં ખેતીવાડી સંલગ્ન વિવિધ વિભાગોના ૧૮ સ્ટોલનું નિર્દશન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેતીવાડી સહિતના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતી સંદર્ભે માહિતી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી અને હોર્ટીકલ્ચર ની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કંચનબા વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, સિંચાઈ સમિતિના ચેરમેન ફુલસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ સોલંકી, અગ્રણીશ્રી જે.પી.વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ, આત્માના પ્રોજેકટ ડાયરેક્ટર કે.કે.પટેલ સહિત જિલ્લાનાના મદદનીશ ખેતી અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed