Site icon

Western Railway RUB Bridge : અમદાવાદ મંડળે હાંસલ કરી નોંધપાત્ર સિદ્ધિ, આ પદ્ધતિનો ઉપયોગ કરીને માત્ર 2 કલાકમાં પશ્ચિમ રેલવેના RUB બ્રિજનું ઇન્સ્ટોલેશન કર્યું પૂર્ણ.

Western Railway RUB Bridge : અમદાવાદ મંડળે પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પશ્ચિમ રેલવેના પ્રથમ રોડ અન્ડર બ્રિજના નિર્માણમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. લગભગ 10 દિવસનું કામ "પુલિંગ મેથડ" નો ઉપયોગ કરીને 2 કલાકમાં પૂર્ણ કરીને સ્થાપિત કર્યો નવો રૅકોર્ડ.

Ahmedabad achieved a remarkable achievement in constructing the first road under bridge of the Western Railway using the pulling method.

Ahmedabad achieved a remarkable achievement in constructing the first road under bridge of the Western Railway using the pulling method.

News Continuous Bureau | Mumbai

Western Railway RUB Bridge :  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કલોલ-ગાંધીનગર સેક્શનના રેલવે ક્રોસિંગ નંબર 6 પર રોડ અંડર બ્રિજ (આરયુબી )નું આધુનિક એન્જિનિયરિંગ ટેક્નોલોજી પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક નિર્માણ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટમાં, “પુલિંગ મેથડ” નો ઉપયોગ કરીને માત્ર 2 કલાકમાં આરયુબી  ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે પશ્ચિમ રેલવે ના ઇતિહાસમાં તેના પ્રકારનો પ્રથમ અને અનોખો પ્રયાસ છે. 

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad  ) મંડળ ના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ 4.8 X 6.0 ડાયમેન્શનના આરયુબી બોક્સને જેની બૈરલ લંબાઈ 20 મીટર હતી અને કુલ વજન 730 મેટ્રિક તન હતું જે 2 કલાક ના બ્લોક માં 17 મીટર સુધી કાળજીપૂર્વક ખેંચીને સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કામ કોઈપણ અવરોધ વિના સંપૂર્ણ આયોજનપૂર્વક પૂર્ણ થયું હતું.

આરયુબી નું નિર્માણ ટિટોડા, ભોયાણ રાઠોડ, આદરજ અને કોલીવાડા સહિતના નજીકના ગામોના નાગરિકો અને અન્ય માર્ગ વપરાશકારો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેનાથી તેમના સમય અને ઇંધણની પણ બચત થશે. અમદાવાદ મંડળ ની આ અભૂતપૂર્વ સિદ્ધિએ ભારતીય રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ કાર્ય માત્ર ઇજનેરી કૌશલ્યો અને પ્રોજેક્ટ ( Railway Projects )  મેનેજમેન્ટનું ઉદાહરણ નથી, પરંતુ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે. 

આ સમાચાર પણ વાંચો : PM Modi Mumbai Metro Line 3: PM મોદીએ મુંબઈ મેટ્રો લાઇન 3ના ઉદ્ઘાટન બદલ મુંબઈના લોકોને પાઠવ્યા અભિનંદન, મેટ્રો બનાવનારા શ્રમિકો સાથે કરી વાતચીત

આરયુબી ( RUB Bridge ) નું નિર્માણ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને રેલવે પ્રોજેક્ટ્સમાં સમયસરતા અને કાર્યક્ષમતાને નવા સ્તરે લઈ જવામાં મદદ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version