Site icon

AHMEDABAD:બિપરજોયના સંકટ વચ્ચે ચોમાસાને લઈ IMDની મોટી આગાહી, આ તારીખ સુધીમાં ચોમાસું આગળ વધશે

ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન 'બિપરજોય'નું શુક્રવારે લેન્ડફોલ થતાં ભારે તાબાહી જોવા મળી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જ્યારે જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થયું છે.

AHMEDABAD: Amidst Biparjoy crisis, IMD's big forecast on monsoon, monsoon will advance by this date

AHMEDABAD: Amidst Biparjoy crisis, IMD's big forecast on monsoon, monsoon will advance by this date

News Continuous Bureau | Mumbai

ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નું  () શુક્રવારે લેન્ડફોલ થતાં ભારે તાબાહી જોવા મળી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જ્યારે જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થયું છે. 

Join Our WhatsApp Community

જો કે, તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવતા મોટી જાનહાનિ ટળી અને નુકસાન પણ ઓછું થયું છે. વાવાઝોડું આવતા પહેલા જ કાંઠા વિસ્તારમાં રહેતા હજારો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ પશુ-પક્ષીઓ માટે પણ વન વિભાગની વિવિધ ટીમો તૈયાર કરાઈ હતી. આ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે મહત્ત્વની આગાહી (FORECAST)  કરી છે. વિભાગે ચોમાસા અંગે આ આગાહી કરી છે. વાવાઝોડું જતા ચોમાસાનો માર્ગ મોકળો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 

21 જૂન સુધી ચોમાસું આગળ વધશે

ચોમાસા અંગેની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, વાવાઝોડું જતા દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ચોમાસું આગળ વધશે. વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ દેશમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ થશે. ભારતીય હવામાન વિભાગ મુજબ, 21 જૂન સુધીમાં ચોમાસું આગળ વધશે.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 17 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version