Site icon

Ahmedabad: અમદાવાદ સ્થિત ખેતી બેંક ના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

Ahmedabad: કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમ થી 7427 જેટલા ખેડૂતોને રૂ.85.91 કરોડના ચઢત વ્યાજ માંથી દેવા મુક્ત થયા : ખેતી બેંક ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા. વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવો દ્વારા બેંકના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad-based Agriculture Bank boardroom with advanced facilities Inaugurated by Chief Minister Shri Bhupendra Patel

Ahmedabad-based Agriculture Bank boardroom with advanced facilities Inaugurated by Chief Minister Shri Bhupendra Patel

News Continuous Bureau | Mumbai

Ahmedabad: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે કૃષિ બેંક ( Agricultural Bank ) ની મુલાકાત લઈ, બેંકના ડિજિટલ બોર્ડરૂમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રીએ દેશમાં સૌ પ્રથમ એવા ખેતી બેંક ના અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીનત્તમ બોર્ડરૂમને રિમોટ કંટ્રોલના માધ્યમથી કાર્યાન્વિત કર્યો હતો તેમજ બોર્ડરૂમના ડિજિટલ સ્ક્રીનનું પણ લોકાર્પણ કર્યું હતું. 

Join Our WhatsApp Community

આ તકે બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વડપણ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત થતાં દેશમાં કૃષિ અને સહકાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા છે. સમગ્ર રાજ્યના ખેડૂતો ( Gujarat Farmers ) વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં ચઢત વ્યાજ માફી અંગેની બેંકની સેટલમેન્ટ યોજનાને મંજૂરી અપાતા, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 7427 જેટલા ખેડૂતોને રૂ. 85.91 કરોડની વ્યાજ માફી નો ફાયદો થયો છે અને તેઓ દેવામુક્ત થયા છે.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ( Bhupendra Patel ) દ્વારા બેંકના સ્થાપક ચેરમેન સ્વ. શ્રી ઉદયભાણસિંહજીની પ્રતિમાનું સન્માન તથા બોર્ડરૂમની ( Bank Boardroom ) તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રેઝન્ટેશનના માધ્યમથી બેંકની કામગીરી અંગેની વિગતો તેમજ અદ્યતન ટેકનોલોજીથી કાર્યરત બોર્ડરૂમમાં પેપરલેસ બોર્ડ મિટિંગ સોલ્યુશન સહિતની વિશિષ્ટ સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

આ તકે મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ ઝૂંબેશના ભાગરૂપે ખેતી બેંકના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ખેતી બેંકના ડાયરેક્ટર શ્રી જસાભાઈ બારડ, શ્રી વીરજીભાઈ ઠુંમર, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સહિત બેંકના ડાયરેક્ટરશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો તથા ખેતી બેંકના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version