News Continuous Bureau | Mumbai
Special Trains: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં કાનપુર સેન્ટ્રલ-લખનૌ સેક્શનના જેતીપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ( Non interlocking ) ને કારણે અમદાવાદ-દાનાપુર સ્પેશલ અને સાબરમતી-પટણા સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.
- 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 09417 અમદાવાદ દાનાપુર સ્પેશલ ( Ahmedabad-Danapur Special Train ) પરિવર્તિત માર્ગ વાયા ઉન્નાવ- ડલમઉ-રાયબરેલી-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
- 13 ઓગસ્ટ, 2024ના રોજ, દાનાપુરથી ચાલતી ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
- 13 ઓગસ્ટ 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશલ ( Sabarmati-Patna Special Train ) પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-મિર્ઝાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Farmers: ગુજરાતમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત અત્યાર સુધી આટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.