Site icon

Ahmedabad:અમદાવાદ-દરભંગા અંત્યોદય અને અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે

Ahmedabad:ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામ તથા મેજર અપગ્રેડેશન કામના સંબંધમાં લાઈન નંબર 13,14,15 અને 16 ને બંધ કરવામાં આવી રહી છે.

Ahmedabad-Darbhanga Antyodaya and Ahmedabad-Patna weekly express trains will run on altered route

Ahmedabad-Darbhanga Antyodaya and Ahmedabad-Patna weekly express trains will run on altered route

News Continuous Bureau | Mumbai

Ahmedabad:ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામ તથા મેજર અપગ્રેડેશન કામના સંબંધમાં લાઈન નંબર 13,14,15 અને 16 ને બંધ કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે પ્રમાણે છે.

Join Our WhatsApp Community

• તાત્કાલિક અસરથી 25 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
• તાત્કાલિક અસરથી 23 ઓક્ટોબર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા જૌનપુર-વારાણસી-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.

આ સમાચાર પણ વાંચોઃKolkata doctor rape-murder case: પશ્ચિમ બંગાળ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને પાછા ફરવાની કરી અપીલ, ડોક્ટરોને આપી આ ખાતરી…

• તાત્કાલિક અસરથી 20 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માનિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં.દીનદયાળ ઉપાધ્યાયને બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં.દીનદયાળ ઉપાધ્યાયના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.
• તાત્કાલિક પ્રભાવથી 22 ઓક્ટોબર 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માનિકપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા પં. દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માનિકપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર રોકાશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version