News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક વાર ફરી નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ સમયગાળામાં માલ લોડિંગ, માલભાડાની આવક, યાત્રીભાડાની આવક, માળખાગત સુવિધાઓમાં વધારો, યાત્રી સુવિધાઓ વગેરેમાં ઉલ્લેખનીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી. આ સફળતાઓ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં શક્ય થઈ છે.
મુખ્ય નાણાંકીય સિદ્ધિઓ :
1. 2024-25 માં અત્યાર સુધીનું સૌથી વધુ 2710.3 સરેરાશ વેગન/દિવસનું લોડિંગ નોંધાયું છે, જે નાણાંકીય વર્ષ 2023-24 માં 2637.05 સરેરાશ વેગન/દિવસથી 2.77% વધારે છે. નાણાંકીય વર્ષ 24-25 માં 46.7713 મિલિયન ટનનું માલ લોડિંગ કરવામાં આવ્યું.
2. કન્ટેનર લોડિંગની આવક 2024-25 માં રૂ. 2241.14 કરોડ રહી, જ્યારે 2023-24 માં આ રૂ. 2149.38 કરોડ હતી, જેમાં 4.27% નો વધારો નોંધવામાં આવ્યો.
3. યાત્રીભાડાની આવક 2024-25 માં રૂ. 1691.26 કરોડ થઈ, 2023-24 માં આ રૂ. 1569.44 કરોડ હતી, જેમાં 7.76% નો વધારો થયો.
4. ઓટોમોબાઇલ ફ્રેઇટ 2024-25 માં રૂ. 228.17 કરોડ રહ્યું, 2023-24 માં આ રૂ. 206.12 કરોડ હતું, જેમાં 10.70% નો વધારો નોંધવામાં આવ્યો.
5. નૉન ફેર રેવન્યુ (NFR) 2024-25 માં રૂ. 10.68 કરોડ થઈ, 2023-24 માં આ રૂ. 7.17 કરોડ હતી, જેમાં 48.95% નો વધારો થયો.
6. પે એન્ડ યુઝની આવક 2024-25 માં રૂ. 0.98 કરોડ થઈ, 2023-24 માં આ રૂ. 0.53 કરોડ હતી, જેમાં 84.91% નો વધારો નોંધવામાં આવ્યો.
આ સમાચાર પણ વાંચો : US Stock Market Crash: ટ્રમ્પના ટેરિફથી શેર માર્કેટમાં ધરાશાયી, એક જ દિવસે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા
મૂળભૂત માળખાના વિકાસ:
• ભારતીય રેલવેમાં પ્રથમ વખત, LHS/RUB નું નિર્માણ “બોક્સ પુલિંગ” પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
• મહેસાણા-ભિલડી લાઇન પર પુલ નં. 100 નું પુનર્વસન કરવામાં આવ્યું અને 10 પુલ ફરીથી બનાવવામાં આવ્યા.
• 4 નવા ROB અને 31 નવા RUB નું બાંધકામ પૂર્ણ થયું.
• 34 માનવરહિત લેવલ ક્રોસિંગ નાબૂદ કરવામાં આવ્યા.
• 10 સેકશન્સના 150.54 કિમી રેલ્વે ટ્રેક પર ગતિ વધારવામાં આવી હતી.
માલ પરિવહન અને સંરચના:
• કન્ટેનર લોડિંગમાં ઉલ્લેખનીય વધારો થયો, 14,042 રેક, 6,36,923 વેગન અને 21.78 મિલિયન ટન વજન લોડ કરવામાં આવ્યું, જેનાથી રૂ. 2241.14 કરોડની આવક પ્રાપ્ત થઈ.
• ઓટોમોબાઇલ લોડિંગમાં વધારો નોંધવામાં આવ્યો, 1,586 રેક, 41,544 વેગન અને 1.09 મિલિયન ટન વજન લોડ કરવામાં આવ્યું, જેનાથી રૂ. 228.17 કરોડની આવક પ્રાપ્ત થઈ.
• મહેસાણામાં ‘વિકસિત મહેસાણા કોન્કલેવ’ આયોજિત કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
• સન0ACBસરા, મોથાલા અને નલિયામાં ત્રણ નવા ગુડ્ઝ શેડ ખોલવામાં આવ્યા.
• ઊંઝાથી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ભારતીય રેલવેનું પ્રથમ એક્સક્લુસિવ કન્ટેનર રેલવે ટર્મિનલ (ECRT) શરૂ કરવામાં આવ્યું.
• માલીયા મિયાણા ગુડ્ઝ શેડ (MALB) ને 24 માર્ચ 2025 ના રોજ ECRT તરીકે કમિશન કરવામાં આવ્યું.
• ગાંધીધામ ગુડ્ઝ શેડને 26 માર્ચ 2025 થી CRT (Container Rail Terminal) તરીકે કમિશન કરવામાં આવ્યું.
યાત્રી સેવાઓ અને ડિજિટલાઇઝેશન:
• 5 જુલાઈ 2024 ના રોજ રૂ. 7.04 કરોડની એક દિવસની યાત્રીભાડાની આવક ઉપાર્જિત કરવામાં આવી, આ મંડળનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
• 12 માર્ચ 2025 ના રોજ 1.18 લાખ યાત્રીઓએ યાત્રા કરી, જે એક ઐતિહાસિક રેકોર્ડ છે.
• 21 માર્ચ 2025 ના રોજ ભુજ-રાજકોટ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી.
• ડિજિટલ લેવડદેવડમાં અમદાવાદ ડિવિઝન અગ્રણી રહ્યું, જ્યાં PRS ટિકિટોમાં ડિજિટલ લેવડદેવડ 15.17% અને આવક 21.39% થઈ, જ્યારે UTS ટિકિટોમાં ડિજિટલ લેવડદેવડ 19.36% અને આવક 19.32% નોંધવામાં આવી.
• ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી શરૂ કરવામાં આવી.
• ભારતની પહેલી વંદે મેટ્રો ટ્રેન (ભુજ-અમદાવાદ) ને પ્રધાનમંત્રીએ 16 સપ્ટેમ્બર 2024 ના રોજ લીલી ઝંડી બતાવી.
• ગાંધીનગર સ્ટેશન પર QR કોડ આધારિત પૂછપરછ સુવિધા વિકસિત કરવામાં આવી.
• UPI ચુકવણી માટે QR કોડ ડિવાઇસ કાઉન્ટરો પર સ્થાપિત કરવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો : Sujalam Sufalam Abhiyan: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O
વિશેષ આયોજન અને યાત્રી સુવિધાઓ :
• કોલ્ડપ્લે કોન્સર્ટ (જાન્યુઆરી 2025) માટે 9 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી, જેનાથી રૂ. 1.21 કરોડની આવક (Earnings) પ્રાપ્ત થઈ.
• મહાકુંભ મેળા (જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025) માટે 23 વિશેષ ટ્રેનો સંચાલિત કરવામાં આવ્યા, જેનાથી રૂ. 3.43 કરોડની આવક (Earnings) પ્રાપ્ત થઈ.
• 1,086 વધારાના કોચ જોડવામાં આવ્યા, જેનાથી 70,337 યાત્રીઓને કન્ફર્મ બર્થ મળી અને રૂ. 5.74 કરોડની આવક (Earnings) ઉપાર્જિત થઈ.
• 395 વિશેષ ટ્રેનો દ્વારા 3.77 લાખ યાત્રીઓએ યાત્રા કરી, જેનાથી રૂ. 33.91 કરોડની આવક (Earnings) પ્રાપ્ત થઈ.
અન્ય મુખ્ય સિદ્ધિઓ :
• વટવા સ્ટેશન પર 20 જાન્યુઆરી 2025 ના રોજ નવી બુકિંગ ઓફિસ અને UTS વિંડો સ્થાપિત કરવામાં આવી.
• 6 સ્ટેશનો પર કુલ 10 ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) લગાવવામાં આવ્યા.
• ભુજ સ્ટેશન પર 22 માર્ચ 2025 ના રોજ ATVM ની સ્થાપના કરવામાં આવી.
• ટિકિટ ચેકિંગ અભિયાન દરમિયાન રૂ. 21.68 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો.
• સ્વચ્છતા અભિયાન હેઠળ રૂ. 4.42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
• રેલવે કોચ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ કિયોસ્ક માટે NFR કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા, જેમાં આંબલી રોડ સ્ટેશન માટે રૂ. 2.48 કરોડ અને ગાંધીધામ સ્ટેશન માટે રૂ. 3.43 કરોડ (10 વર્ષ માટે)ના કોન્ટ્રાક્ટ સામેલ છે.
• સાબરમતી, મહેસાણા, ભુજ, ગાંધીધામ અને પાલનપુર સ્ટેશનોને FSSAI દ્વારા “ઈટ રાઈટ સ્ટેશન” પ્રમાણપત્ર પ્રાપ્ત થયું.
• પાલનપુર અને ચાંદલોડિયા સ્ટેશનો પર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા.
• પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન માટે ત્રણ નવા 5-વર્ષના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા, જેમાં અમદાવાદ માટે ₹0.12 કરોડ/વર્ષ, સાબરમતી માટે ₹0.10 કરોડ/વર્ષ અને ગાંધીધામ માટે ₹0.07 કરોડ/વર્ષના કોન્ટ્રાક્ટ સામેલ છે.
અમદાવાદ મંડળની આ સિદ્ધિઓ માનનીય પ્રધાનમંત્રીના “વિકસિત ભારત @2047” વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.