Site icon

Ahmedabad Division : અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા આ સરાહનીય પ્રયાસો

Ahmedabad Division :અમદાવાદ મંડળ રેલ પ્રશાસન મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સતત પ્રયાસરત છે.

Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..

Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..

News Continuous Bureau | Mumbai

Ahmedabad Division : પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન સમયસર અને પ્રશંસનીય પગલાં લીધાં છે. જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

તારીખ 09.05.2025 ના રોજ, ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ને તેના નિર્ધારિત માર્ગ વિરમગામ-સુરેન્દ્રનગર-વાંકાનેર-મોરબી-ગાંધીધામને બદલે ઓપરેશનલ કારણોસર વૈકલ્પિક માર્ગ વિરમગામ-ધ્રાંગધ્રા-સામાખ્યાલી-ગાંધીધામ દ્વારા ચલાવવામાં આવી હતી. આ ફેરફાર ની જાણકારી હેતુ મુસાફરોને અગાઉથી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને વાંકાનેર અને મોરબી સ્ટેશનો પર પણ ટ્રેન ના માર્ગ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રેલ પ્રસાસન દ્વારા ધ્રાંગધ્રા સ્ટેશન પર GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) ના સહયોગથી બે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા લગભગ 80 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત અને સરળતાથી પહોંચાડવામાં આવ્યા હતા. ઉનાળાના વેકેશન દરમિયાન સ્ટેશનો પર અપેક્ષિત ભીડને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળ દ્વારા નીચે મુજબ ના નક્કર પગલાં લેવામાં આવ્યા છે:

* વધારાના ટિકિટ કાઉન્ટરની જોગવાઈ
* મુસાફરો માટે સુનિયોજિત કતાર વ્યવસ્થા
* સર્ક્યુલેટિંગ અને હોલ્ડિંગ ક્ષેત્ર ની વ્યવસ્થા
* વધારાના રેલ્વે સ્ટાફની તૈનાતી
* નિયમિત જાહેરાતો દ્વારા માહિતી પૂરી પાડવી

આ સમાચાર પણ વાંચો : Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

આ ઉપરાંત, ભારે ગરમી દરમિયાન મુસાફરોને રાહત આપવા માટે, અમદાવાદ મંડળ ના અમદાવાદ, સાબરમતી, અસારવા,મણિનગર,વટવા સહિત વિભિન્ન સ્ટેશનો પર બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને ડીઆરયુસીસી(ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) સાથે સંકલન કરીને વધારાના પીવાના પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version