Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.

Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છ ઉત્સવ” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા પખવાડિયું

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

News Continuous Bureau | Mumbai

Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છ ઉત્સવ” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા પખવાડિયું-2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં 25 સપ્ટેમ્બર 2025ના રોજ મંડળમાં “એક દિવસ, એક કલાક, એક સાથે” શ્રમદાન કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો.

Join Our WhatsApp Community

Ahmedabad Division of Western Railway Conducts Shramdaan under Swachhata Hi Seva 2025

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં તમામ બ્રાન્ચ રેલ અધિકારીઓ, અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” સંકલ્પ અંતર્ગત શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવ્યો. સૌએ સંકલ્પપૂર્વક એક દિવસ, એક કલાકનું સામૂહિક શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને પરિસરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું

આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત

શ્રમદાન બાદ મંડળ રેલ પ્રબંધક દ્વારા સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા વ્યવસ્થા, શૌચાલયોની કાર્યક્ષમતા, પીવાના પાણીની ઉપલબ્ધતા, પ્રતિક્ષાલયોની હાલત, પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનોની સ્વચ્છતા, રનિંગ રૂમ સહિત મુસાફરોની સુવિધાઓનો અભ્યાસ કર્યો.

અમદાવાદ સ્ટેશન ની સાથે-સાથે નવી અને જૂની રેલવે કોલોની સાબરમતી, વટવા રેલવે કોલોની, મહેસાણા રેલવે કોલોની તેમજ મંડળ રેલવે હોસ્પિટલ, સાબરમતીમાં પણ શ્રમદાન કરવામાં આવ્યું. આ સ્થળોએ રેલકર્મીઓ અને પરિવારજનો એ મળીને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

“સ્વછતા હી સેવા પખવાડિયા” અંતર્ગત આયોજિત આ અભિયાન માત્ર સ્ટેશન અને કોલોનીઓની સફાઈ સુધી સીમિત ન રહી, પરંતુ તેમાં સૌને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહિત કરવામાં આવી.

Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Exit mobile version