News Continuous Bureau | Mumbai
મોસ્ટ અવેટેડે ફ્લાવર વેલી આજથી અમદાવાદીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. એક મહિના માટે આ ફ્લાવર વેલી ખુલ્લી મુકવામાં આવ છે. પૂર્વ ઝોનના નિકોલમાં આશરે 20 હજાર ચોરસ થી વધુ વિસ્તારોમાં વિકસિત વેલી ઓફ ફ્લાવર્સ નું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાગરિકો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લઈ શકશે. બાગાયત વિભાગે નવેમ્બર મહિનાથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ અમદાવાદ શહેરને વેલી ઓફ ફ્લાવર્સની ભેટ મળી છે. નિકોલમાં ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર છે. લોકોને વેલી ઓફ ફ્લાવર્સની મજા માણવા માટે બીજા રાજ્યોમાં જવું નહીં પડે.
આ વેલીની વિશેષતા એ છે કે, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જે પ્રકારે ફ્લાવર વેલી જોવા મળે છે એજ રીતે અહીં કોસ્મોસ ફૂલો જેમ કે, સફેદ, મરુન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલો અહીં જોવા મળશે. ફ્લાવર વેલીની 10 રૂપિયા ટિકિટ લેવામાં આવશે. મુલાકાતીઓ એક એક કલાકના સ્લોટમાં અંદર પ્રવેશી શકશે. ઓનલાઈન અને ફિઝિકલ ટિકિટ મેળવી શકાશે.
આ સમાચાર પણ વાંચો : સુરત- ક્રિકેટ રમતા રમતા યુવકનું મોત, અચાનક ચાલું મેચે મેદાનમાં થઈ ગયો હતો બેભાન
અમદાવાદમાં અત્યારે ફ્લાવર શો રીવરફ્રન્ટની શોભા છે જેમાં એકથી એક ચડિયાતા ફૂલો અહીં લાવવામાં આવે છે દેશ વિદેશની પ્રજાતિના ફૂલો અહીં લાવીને રોપવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ફ્લાવર શો જોવા માટે લોકો આવતા હોય છે. ત્યારે ફ્લાવર વેલી પણ નવી ઓળખ અમદાવાદ અને ગુજરાતની બનશે. અમદાવાદ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમ વખત ફ્લાવર વેલી નિકોલ ખાતે કોસમોસ ફૂલોની અહીં બનાવી છે.