News Continuous Bureau | Mumbai
Ahmedabad-Gorakhpur Express: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર- અમદાવાદ એક્સપ્રેસને પરિચાલન કારણોસર ડાયવર્ટ માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
- તારીખ 09 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તારીખ 09 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી પોતાના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી જં. – વારાણસી સિટી – ઔડિહારને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી જં. – જૌનપુર – ઔડિહારના રસ્તે ચાલશે.
- તારીખ 09 જાન્યુઆરી 2025 ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 09 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી પોતાના નિર્ધારિત માર્ગ વાયા ઔડિહાર – વારાણસી સિટી – વારાણસી જં. ને બદલે ડાયવર્ટ માર્ગ ઔડિહાર – જૌનપુર – વારાણસી જં. ના રસ્તે ચાલશે.
ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Harsh Sanghvi: આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઘરઆંગણે,ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.