Site icon

AHMEDABAD: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, યોગ્ય નીતિ બનાવવા આદેશ

AHMEDABAD : અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ જાહેર માર્ગ બિસ્માર થયા છે જ્યારે કેટલાક વિસ્તારમાં તો રોડની વચ્ચોવચ્ચ મસમોટા ભુવાઓ પડ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. આ મુદ્દાઓ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

AHMEDABAD: HC slams state government on Bismar Road, Bhuwa and stray cattle issues, orders to make appropriate policy

AHMEDABAD: HC slams state government on Bismar Road, Bhuwa and stray cattle issues, orders to make appropriate policy

News Continuous Bureau | Mumbai

AHMEDABAD: અમદાવાદમાં ચોમાસાની(Monsoon) શરૂઆતમાં જ જાહેર માર્ગ બિસ્માર થયા છે જ્યારે કેટલાક વિસ્તારમાં તો રોડની વચ્ચોવચ્ચ મસમોટા ભુવાઓ પડ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. આ મુદ્દાઓ પર આજે હાઈકોર્ટમાં(High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. 

Join Our WhatsApp Community

રખડતાં ઢોરના કારણે થતા મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

હાઈકોર્ટે રાજ્ય સરકારને(Central Govt) કહ્યું કે, બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર અંગે વારંવાર આદેશ કરવા છતાં શહેરમાં આ સમસ્યાઓ હાલ પણ યથાવત છે. કોર્ટના અવલોકનમાં જમીન પર યોગ્ય કામગીરી ન થતી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રખડતાં ઢોરના કારણે થતા મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યની 156 પાલિકા, 8 મનપામાં રખડતા ઢોરને લઈ નીતિ બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ સાથે રોંગ સાઇડ ચાલતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે.
આ મામલે હવે હાઈકોર્ટ આગામી 18 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. જણાવી દઈએ કે, હાઈકોર્ટમાં અરજદારે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે રસ્તાની ગુણવત્તાની તપાસમાં ખામી સામે આવી છે.  

આ સમાચાર પણ વાંચો: Mumbai Crime : 25 પ્લેટ સમોસાની કિંમત અધધ 1.5 લાખ રૂપિયા, ઓર્ડર કરનાર ડોક્ટરના ઉડી ગયા હોશ, જાણો સમગ્ર મામલો..

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version