News Continuous Bureau | Mumbai
Ahmedabad Mandal: પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાનું રેવેન્યુ ( Revenue ) વધારવા માટે સર્વોત્તમ સંભવિત પ્રયત્નો કરી રહ્યું છે અને તેની ગતિને જાળવી રાખી છે. મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળે જૂન 2024 માં 720.52 કરોડ રૂપિયાના કુલ રેવેન્યુના આંકડાને પસાર કર્યું. જે પાછલા વર્ષે જૂન 2023 ના 677.11 ની સરખામણીમાં 6.41% થી વધારે છે.
બિઝનેશ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટીંગ પ્રયત્નો અને નીતિઓમાં બહોળા ફેરફારથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ( Business Development Unit ) અમદાવાદે 25 જૂન 2024 ના રોજ પશ્ચિમ રેલવે ( Western Railway ) અને પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટીના કન્ટેઈનર ટ્રેન ઓપરેટરો સાથે એક સહયોગાત્મક બેઠક આયોજિત કરી. રેલવેમાં સમગ્ર કન્ટેઈનર વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ઈનોવેટિવ બિઝનેસ આઈડીયા શેર કરવામાં આવ્યા. ડીઆરએમ અમદાવાદની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં કોમર્શિયલ અને ઓપરેશન વિભાગના અન્ય સિનિયર અધિકારીઓએ ભાગ લીધો તથા 32 કન્ટેઈનર ટ્રેન ઓપરેટરો (સીટીઓ) એ બેઠકમાં ભાગ લીધો. ડિવિઝને જૂન-24 ના મહીનામાં અમદાવાદ, પાલનપુર, સામાખ્યાળી અને અસારવા સ્ટેશનો પર વિવિધ કારીગરોને 04 એક સ્ટેશન એક ઉત્પાદન (ઓએસઓપી) સ્ટોલની ફાળવણી કરી જે સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ક્ષેત્રમાં તેમના કામને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: કરવેરાને સરળ બનાવવા અને કરદાતાઓની સેવાઓમાં સુધારો કરવો – સરકારનો સતત પ્રયાસઃ કેન્દ્રીય નાણાં મંત્રી
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નો રૂપે, બીસીએન વેગનોમાં જૈવિક ખાતરની એક મિની રેકને કાંકરીયા (અમદાવાદ) થી અલિયાબાદ હોલ્ટ મોકલવામાં આવી જેનાથી 19.04 લાખ રૂપિયા ઉપરાંતનું રેવેન્યુ પ્રાપ્ત થયું છે તથા બીસીએન વેગનોમાં કેલ્શિયમ નાઈટ્રેટ યુરિયાના બે મિની રેક કંડલા પોર્ટથી ઉત્તર મધ્ય રેલવેના અલીગઢ અને ઉત્તર મધ્ય રેલવેના મુરાદાબાદ ડિવિઝન માટે લોડ કરવામાં આવ્યા જેનાથી 53.60 લાખ ઉપરાંતનું રેવેન્યુ પ્રાપ્ત થયું. બીડીયૂ પ્રયત્નો રૂપે ડિવિઝનમાં માલ લોડિંગમાં સાત નવા ગ્રાહકો જોડાયા જેમણે 8 રેક લોડ કર્યા જેનાથી 2.84 કરોડ રૂપિયા ઉપરાંતનું રેવેન્યુ પ્રાપ્ત થયું. આ મહીનાના માલભાડાનું રેવેન્યુ રૂ. 573.02 કરોડ છે જે પાછલા વર્ષની સરખામણીમાં 19.86% વધારે છે અને આ મહીનાનું યાત્રી રેવેન્યુ રૂ. 135.00 કરોડ છે જે પાછલા વર્ષની સરખામણીમાં 22.42% વધારે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.