Site icon

Ahmedabad Metro :અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી, રવિવારથી આ સેવાનો પ્રારંભ થશે

Ahmedabad Metro : અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ ઉપર નવા સાત સ્ટેશનોનો ઉમેરો: શનિવારથી નવું ટાઈમ ટેબલ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે

Ahmedabad Metro : Opening of 7 New Metro Stations in Ahmedabad and Gandhinagar, Metro Rail upto Sachivayala from April 27

Ahmedabad Metro : Opening of 7 New Metro Stations in Ahmedabad and Gandhinagar, Metro Rail upto Sachivayala from April 27

News Continuous Bureau | Mumbai

Ahmedabad Metro :  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવામાં ઝડપી ઉમેરો કર્યો છે.

Join Our WhatsApp Community

મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનો શુભારંભ રવિવાર તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૫ થી થશે.

હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

સચિવાલય સુધી મેટ્રો સેવા ( Metro service ) નું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.

આ નવા રૂટ ( New Route ) અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે. મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બની છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version