Site icon

Ahmedabad Metro: અમદાવાદ મેટ્રો સેવાના સ્ટાફની ઈમાનદારી, 4.59 લાખ રૂપિયા ભરેલી બેગ મુસાફર ભૂલી ગયો, કર્મચારીઓએ પરત આપી

Ahmedabad Metro: કાલુપુર મેટ્રો સ્ટેશન પર એક મુસાફર 4.59 લાખ રોકડ ભરેલી બેગ ભૂલી જતા મેટ્રો સેવાના સુરક્ષા ટીમ અને અન્ય સ્ટાફે મુસાફરને તેની રોકડ બેગ પરત કરીને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો.

Ahmedabad Metro staff returns bag with Rs 4.59 lakh cash to passenger

Ahmedabad Metro staff returns bag with Rs 4.59 lakh cash to passenger

News Continuous Bureau | Mumbai

Ahmedabad Metro: અમદાવાદ શહેરમાં પરિવહનની પારાશીશી બનેલી મેટ્રો સેવા તેની પરિવહન સેવા સાથે સાથે નિષ્ઠા અને ઈમાનદારીની પણ પ્રતીતિ કરાવી રહી છે. આજે કાલુપુર મેટ્રો સ્ટેશન પર એક મુસાફર 4.59 લાખ રોકડ ભરેલી બેગ ભૂલી જતા મેટ્રો સેવાના સુરક્ષા ટીમ અને અન્ય સ્ટાફે મુસાફરને તેની રોકડ બેગ પરત કરીને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો.

Join Our WhatsApp Community

તારીખ 30/04/2025ના રોજ સવારે લગભગ 09:35 કલાકે એક મુસાફર પોતાની રૂપિયા 4,59,000 ની રોકડ ભરેલી બેગ મેટ્રો સ્ટેશન પર ભૂલી ગયા હતા. સ્ટેશન પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટાફની સતર્ક નજરને કારણે બેગ ઝડપથી નોંધવામાં આવી. SRP દ્વારા યોગ્ય ચકાસણી બાદ બેગમાં રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.

મેટ્રો સ્ટાફ દ્વારા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ જ્યારે મૂળ માલિક બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની ઉપસ્થિતિમાં જરૂરી ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ સલામત રીતે પરત કરાઈ.

આ સમાચાર પણ વાંચો : INS Surat Warship: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું

પોતાનો કિંમતી સામાન પરત મળતાં મુસાફર ખૂબ જ ભાવુક બની ગયા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી અને અસરકારક કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો તેમજ મેટ્રો સ્ટાફનો આભાર માનતાં ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હોવાનું મેટ્રો સેવા તંત્રએ જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version