News Continuous Bureau | Mumbai
Ahmedabad Metro Train: હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8:14 કલાક સુધી કાર્યરત છે.
કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી) નું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.
તા.19 એપ્રિલના રોજ પહેલી ટ્રેનનો પ્રસ્થાન સમય સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમનો 12:58 કલાકે રહેશે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 નો સમય 13:12 કલાકનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : Railway News : મુસાફરોની સુવિધામાં વધારો.. સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પુનઃસ્થાપિત;જુઓ સમયપત્રક
અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.