Ahmedabad Metro Train: આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો બપોરના આટલા વાગ્યા સુધી જ રહેશે કાર્યરત… જાણો કારણ..

Ahmedabad Metro Train: મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.

by kalpana Verat
Ahmedabad Metro Train Metro service between Gandhinagar-Ahmedabad will be closed on April 19, know the reason

 News Continuous Bureau | Mumbai

Ahmedabad Metro Train: હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8:14 કલાક સુધી કાર્યરત છે.

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી) નું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.

તા.19 એપ્રિલના રોજ પહેલી ટ્રેનનો પ્રસ્થાન સમય સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમનો 12:58 કલાકે રહેશે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 નો સમય 13:12 કલાકનો રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Railway News : મુસાફરોની સુવિધામાં વધારો.. સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પુનઃસ્થાપિત;જુઓ સમયપત્રક

અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More