Ahmedabad Millet Festival: રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ કરી મોજ, ૧૦૫ સ્ટોલ્સમાંથી આટલા લાખની ખરીદી કરી

Ahmedabad Millet Festival: અમદાવાદીઓ બે દિવસમાં ૬ લાખની મિલેટ વાનગીઓ આરોગી ગયા

Ahmedabad Millet Festival Ahmedabadites had fun at the state-level millet festival

News Continuous Bureau | Mumbai

Ahmedabad Millet Festival: મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર/જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી આવેલા મુલાકાતીઓએ અધધ ૩૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા તથા લાઈવ વાનગીઓ આરોગી હતી. કુલ ૧૦૫ વેચાણ/પ્રદર્શન સ્ટોલ્સ પરથી મુલાકાતીઓએ ૩૦ લાખની મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. જ્યારે ૨૫ લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી લોકોએ ૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ આરોગ્યા હતા.

Join Our WhatsApp Community
Ahmedabad Millet Festival Ahmedabadites had fun at the state-level millet festival

Ahmedabad Millet Festival Ahmedabadites had fun at the state-level millet festival

 

 

 

 

 

 

 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસીય કાર્યક્રમમાં મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો:  RCB captain 2025 : IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ આ ખેલાડીને સોંપી કમાન

મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકોના રોજિંદા આહારનો ભાગ બનાવવા અને વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર/જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ, ખેડૂતો અને સંસ્થાઓએ મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરી હતી તથા લાઈવ ફૂડ કાઉન્ટર પરથી અવનવી મિલેટ્સની વાનગીઓ આરોગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારંભ યોજાયો હતો.

મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version