Ahmedabad Mock drill : અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ, ૪.૦૦થી ૦૮:૧૫ દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન

Ahmedabad Mock drill : કપરી પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ અંગે જાગૃતિ ફેલાવવાનો સિવિલ ડિફેન્સ મોકડ્રીલનો ઉદ્દેશ :- જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર

  News Continuous Bureau | Mumbai

Ahmedabad Mock drill : 
 
દેશભરમાં ૭મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

Ahmedabad Mock drill Ahmedabad to witness a historic mock drill on Wednesday between 4 to 8 pm

અમદાવાદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંગે મીડિયાના માધ્યમથી વિગતો પૂરી પાડતા જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે ૭મી મેના રોજ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત બપોરે ૪.૦૦ થી ૦૮:૧૫ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે ૧૫ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ પર્ફોર્મ કરવામાં આવશે.

કપરી પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ અંગે જાગૃતિ ફેલાવવાનો સિવિલ ડિફેન્સ મોકડ્રીલનો ઉદ્દેશ છે, એમ જણાવતાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશન, પાવર સ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, ભીડભાડવાળા વિસ્તારો, મંદિરો જેવાં સ્થળોએ સાયરન વગાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અંગે તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Indian Army Press Conference : ભારતીય સેનાની પ્રેસ : માત્ર 25 મિનિટમાં પાકિસ્તાનમાં આતંકીઓના નવ કેમ્પ તબાહ, જાણો કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર?

જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને આ ડ્રીલમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો તેમજ રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન યોજાનારા બ્લેક આઉટમાં સ્વયંભૂ યોગદાન આપવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version