Site icon

Ahmedabad News : રેલવે સુરક્ષા બળ અમદાવાદની અનધિકૃત પાર્કિંગ પર કડક કાર્યવાહી, 14 વાહનો કર્યા જપ્ત

Ahmedabad News : સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં નિયમોની અવગણના કરતાં ગેરકાયદેસર રૂપે ઉભેલા ટેક્સી અને ઑટો રિક્શા માત્ર ટ્રાફિકમાં અડચણરૂપ જ નહોતા બની રહ્યા પરંતુ યાત્રીઓની અવરજવરમાં પણ અસુવિધાનું કારણ બની રહ્યા હતા.

Ahmedabad News Railway Protection Force takes strict action against unauthorized parking in Ahmedabad, 14 vehicles seized

Ahmedabad News Railway Protection Force takes strict action against unauthorized parking in Ahmedabad, 14 vehicles seized

News Continuous Bureau | Mumbai

Ahmedabad News : અમદાવાદ રેલવે સંકુલમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવી રાખવા અને યાત્રીઓને ઉત્તમ સુવિધા આપવાના ઉદ્દેશથી રેલવે સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં નિયમોની અવગણના કરતાં ગેરકાયદેસર રૂપે ઉભેલા ટેક્સી અને ઑટો રિક્શા માત્ર ટ્રાફિકમાં અડચણરૂપ જ નહોતા બની રહ્યા પરંતુ યાત્રીઓની અવરજવરમાં પણ અસુવિધાનું કારણ બની રહ્યા હતા.

Join Our WhatsApp Community

આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના હેતુથી RPF એ એક સુનિયોજિત કાર્યવાહી કરતાં કુલ 14 ટેક્સી અને ઑટો રિક્શા જપ્ત કર્યા. તમામ જપ્ત વાહનોના ચાલકો વિરૂદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રેલવે સંકુલમાં અશિસ્ત, અવ્યવસ્થા અને નિયમોનું ઉલ્લંઘન કોઈ પણ હાલતમાં ચલાવી લેવામાં આવશે નહીં. રેલવે સ્ટેશન જાહેર સેવાનું કેન્દ્ર છે, જ્યાં સુવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા સર્વોપરિ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Covid 19 : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાની રફ્તાર વધી! એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ; જાણો મુંબઈની સ્થિતિ..

નો પાર્કિંગ વિસ્તારમાં પોતાની મરજી ચલાવનારા ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, RPF ની દેખરેખ સતત ચાલુ છે અને ભવિષ્યમાં આ મુજબની કોઈપણ પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version