Site icon

Ahmedabad News : રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

Ahmedabad News : નકલી રીતે ટીટીઈ ની વર્દી પહેરીને મુસાફરો ની ટિકિટ ચેક કરે છે અને કયુઆર કોડના માધ્યમ થી તેમની પાસેથી રકમ વસૂલે છે, આ પહેલા પણ તારીખ 30.05.2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આ જ રીતે કાર્યવાહી કરતો જોવા મળ્યો હતો

Ahmedabad News Railway Security Force catches fake TTE from Ahmedabad Railway Station

Ahmedabad News Railway Security Force catches fake TTE from Ahmedabad Railway Station

 News Continuous Bureau | Mumbai

Ahmedabad News : તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલત માં ટીટીઈ ની વર્દી માં જોવા મળ્યો. શંકા જતાં પૂછપરછ કરતાં તે વ્યક્તિ સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો, તેને તુરંત પોસ્ટ પર લાવીને જ્યારે ઊંડી પૂછપરછ કરવામાં આવી,તો તેણે તેનું નામ શિવ શંકર જયસ્વાલ, પુત્ર છોટેલાલ જયસ્વાલ ઉંમર 45 વર્ષ નિવાસી સુંદરપુર ,વારાણસી ઉતરપ્રદેશ જણાવ્યું

Join Our WhatsApp Community

પૂછપરછ માં ઉક્ત વ્યક્તિ એ સ્વીકાર્યું કે તે નકલી રીતે ટીટીઈ ની વર્દી પહેરીને મુસાફરો ની ટિકિટ ચેક કરે છે અને કયુઆર કોડના માધ્યમ થી તેમની પાસેથી રકમ વસૂલે છે, આ પહેલા પણ તારીખ 30.05.2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આ જ રીતે કાર્યવાહી કરતો જોવા મળ્યો હતો

ચેકિંગ ના દરમ્યાન તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ પત્ર(આઈડી કાર્ડ) કે ઇએફટી મળ્યું નહોતું. તેની પાસે ફક્ત એટીએમ કાર્ડ અને આધારકાર્ડ મળ્યા. પૂછપરછ માં એ પણ જોવા મળ્યું કે તે વિભિન્ન રેલવે સ્ટેશનો પર મજૂરવર્ગ અને ઓછા ભણેલા પ્રવાસીઓને નિશાન બનાવીને, ટિકિટમાં ક્ષતિ બતાવીને અથવા વેઇટિંગ લિસ્ટ ના મુસાફરો ને બર્થ આપવાના નામે કયું આર કોડ સ્કેન કરીને રકમ વસુલતો હતો.

આ સમાચાર પણ વાંચો : Illegal Bangladesh Immigrants : ભારતે કસ્યો કડક સકંજો (Control), બાંગ્લાદેશ ના તૌહિદ હુસૈનનો આક્ષેપ: “પ્રક્રિયા વિના લોકો પાછા મોકલાયા”

શંકાસ્પદે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર માસ્ક લગાવ્યો હતો. આ વ્યક્તિને વધુ કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે ફક્ત અધિકૃત અને ઓળખાયેલ ટિકિટ નિરીક્ષકોને જ તેઓ તેમની ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ રેલવે પોલીસ અથવા સંબંધિત અધિકારીને કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version